કચ્છના બેટ્સમેન પ્રેમ ઝવેરીએ રાજકોટ ખાતે સેન્ચુરી ફટકારી

229

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન દ્વારા અંતર જિલ્લા અંડર 16 સિઝનબોલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રાજકોટ ખંઢેરી મેદાન -2 મધ્યે ગુરુવારે યોજાઈ હતી. આ મેચ KCA ભુજ  વિરુદ્ધ ભાવનગર રૂરલ વચ્ચે રમાઈ હતી. આ મેચ 2 દિવસ અને 180 ઓવર ની રમાય છે. મેચના પ્રથમ દિવસે કચ્છ ટીમના કેપટન આર્યન માલિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરેલ કચ્છ ટીમના ઓપનર ભાવેશ વરસાણી 11 રન અને એવન માણેક  ૫ રન બનાવી  18 રનના સ્કોર પર આઉટ થઇ જતા કચ્છની ટીમને મોટો ફટકો પડ્યો હતો.

તે દરમ્યાન કચ્છના મિડલ ઓર્ડર બેટ્સમેન પ્રેમ ઝવેરીએ 103 રન સાથે આર્યન માલિકે 84 રન કરી 145 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમજ અન્ય બેટ્સમેન લકી વાઘેલા 46, જીગર ભુવા 19, આદિત્ય જાડેજા 16 તથા ભવ્ય લીંબાણીના 15  રન ની મદદ થી 90 ઓવરમાં 344 નો લક્ષ્યાંક ભાવનગર ટીમને આપ્યો હતો. આજે ભાવનગર ટીમને જીતવા 90 ઓવરમાં 345 રન કરવાના છે. તેવું ટીમના કોચ શંકરસિંહ રાઠોડે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રેમ ઝવેરી ભુજના જાણીતા એડવોકેટ ગિરીશ ઝવેરીનો પુત્ર છે. પ્રેમ ઝવેરીને આ સિદ્ધિ બદલ તેમના પરિવાર, સમાજ તથા સમગ્ર કચ્છમાંથી ઠેર ઠેર અભિનંદન મળી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.