“ભાજપના અધમથી પ્રજા થાકી, ભુજમાં આવે છે આદમ ચાકી” : ફોર્મ ભરવા સાથે મેસેજ વાયરલ

1,704

ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસ દ્વારા જાહેર થયેલ ઉમેદવાર આદમ ચાકી એ ફોર્મ ભર્યો હતો. ફોર્મ ભરવા પહેલા ભુજમાં વિરામ હોટેલ મધ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ આદમ ચાકીના શુભેચ્છકો હાજર રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા.

જેમાં મહેશ ઠક્કરે પોતાના પ્રવચન માં જણાવ્યુકે ધર્મ જાતિની વાત કોંગ્રેસ નહિ પણ ભાજપ કરી રહી છે. હિન્દૂ મુસ્લિમ ના ભાગલા ભાજપ દ્વારા થયા છે નહીંતર કચ્છમાં ક્યારે હિન્દૂ મુસ્લિમની વાત થઇ નથી. કચ્છ હંમેશ કોમી એકતાનું પ્રતીક રહ્યું છે. અને આ કોમી એકતા જાળવી રાખવા સૌને અપીલ કરી હતી.

ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચાલુ ધારાસભ્ય નીમાબેન આચાર્ય પર પ્રહાર કરતા જણાવ્યું કે પાંચ વર્ષ માં નીમાબેને પ્રજાની સમસ્યાને ધ્યાન આપ્યો નથી. લોકોની પાણી,રસ્તા ,ગટર જેવી પ્રથમિક સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને જે કામો થયા તેમાં ફક્ત ભ્રષ્ટાચાર જ થયો છે. તેમજ બન્ની પચ્છમ વિસ્તારમાં બેને કેટલી ગ્રાંટો વાપરી તેનો હિસાબ પ્રજાએ ધારાસભ્ય પાસેથી માંગવો જોઈએ. બાકી માત્રને માત્ર પૈસા પાત્ર ભાજપના કાર્યકરો અને હોદેદારો થયા છે. માટે આ ભુજ વિધાનસભાના મતદારો સાથે થયેલ અન્યાય નો બદલો લેવા ૯ તારીખે પ્રજાએ આદમ ચાકીની ફેવરમાં મતદાન કરી લોક સેવા માટે સતત કાર્યરત ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન જ સોશ્યલ મીડિયા પર મેસેજ વાઇરલ થયો હતો કે “ભાજપના અધમથી પ્રજા થાકી, ભુજમાં આવે છે આદમ ચાકી” ત્યારે આ વાત સાચી ઠરશે કે ખોટી તે ભુજ વિધાનસભા વિસ્તારના મતદારો ૯ તારીખે નક્કી કરશે અને પ્રજનો નિર્ણય શું અવવશે તે જોવું રહ્યું.

Get real time updates directly on you device, subscribe now.