માધાપરના “મિ. નટવરલાલ”ના કારણે વાસણભાઈની ટીકીટ પર પ્રશ્ર્નાર્થ ?

1,748

ભૂકંપ બાદ કચ્છમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે માધાપરના “મિ. નટવરલાલ”કે જે પોતાને વાસણભાઈના નજીકનો ગણાવી રહ્યો છે તેને વાસણભાઈનું નામ વટાવી કરોડોની જમીનનું કૌભાંડ અરચેલ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે અને ફરીથી વાસણભાઈના સુપુત્ર કે જેના પર અગાઉ એક મહીલા દ્વારા જાહેર સમારંભમાં જમીન પચાવી પાડવા અંગેના ખુલ્લા આક્ષેપો કરેલ તેનું નામ લઈને નવા જમીન કૌભાંડને પાર પાડવાનો કારસો આ “મિ. નટવરલાલ” રચી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતી નથી ત્યારે “મિ. નટવરલાલ” દ્વારા વાસણભાઈનું નામ વટાવી આચરવામાં આવેલ કરોડોના જમીન કૌભાંડના કારણે વાસણભાઈની ટીકીટ સામે પ્રશ્ર્નાર્થ ઉભા થયો એવું સુત્રોમા ચર્ચાઈ રહ્યું છે.
વિશ્વસનીય સૂત્રો માથી મળતી વિગતો અનુસાર સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા વાસણભાઈ વિરોધી લોબી સક્રીય થઈ ગયેલ છે. આ જમીન કૌભાંડ પ્રકરણે આગામી દીવસોમાં કડાકા ભડાકા થાય તો નવાઈ નહીં.

Get real time updates directly on you device, subscribe now.