“જન-મનમેં રામ-રહીમ વસન…કચ્છડો નંદનવન…” સીએમ રૂપાણીએ કચ્છની વિકાસગાથા વર્ણવી

253

ભુજ : જન-મનમેં રામ-રહીમ વસન…કચ્છડો નંદનવન… એ કચ્છી ગીત અને કચ્છની કોમી એકતાની ભારોભાર પ્રસંશા કરવાની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ભુજમાં પ્રવેશતા જ આરટીઓ સર્કલથી મીરજાપર રોડ સ્થિત હોટેલ પ્રિન્સ રેસીડેન્સી સામેના મેદાનમાં વિશાળ બાઈક રેલી સાથે રોડશો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યુબિલી સર્કલ પાસે ભાજપ કાર્યકરોએ આતશબાજી કરીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

સભા સ્થળે પહોંચ્યા બાદ પ્રથમ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ સંબોધન કર્યું હતું જેમાં પોતાના કાર્યકાળના વિકાસ કામો વર્ણવ્યા હતા. તેમના વિકાસકામોની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાનીએ કચ્છની આગવી સંસ્કૃતિની પ્રશંસા સાથે પોતાના પ્રવચનના પ્રારંભે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કાર્ય હતા. તેમને જણાવ્યું હતું કે જ્ઞાતિવાદ, જાતિવાદનું ભોરિંગ હોય કે હિન્દૂ-મુસ્લિમને લડાવવાની વાત હોય તમામ કૃત્યો કોંગ્રેસે કર્યા છે. તેમણે કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સફેદ રણ તો અગાઉ પણ હતું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવીને વિશ્વ સમક્ષ રજુ કર્યું. કચ્છમાં કંડલા બંદર પડી ભાંગવાના આરે હતો અને મુન્દ્રા બંદરને સંપૂર્ણ રીતે બેઠું કરવામાં આવ્યું. કચ્છમાં અનેક ઉદ્યોગોની સ્થાપના થઇ, 2001 ના ભૂકંપ બાદ લોકો કચ્છ બેઠું નહિ થાય તેવી નિરાશા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને બેઠું કરી બતાવ્યું. રાજ્યભરમાં વિકાસ ગૌરવ યાત્રાનું સમાપન આવતી કાલે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માંડવીમાં જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે કચ્છ ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઠેર-ઠેર સ્વાગત કરવા આયોજન કરાયું છે. ભુજના કાર્યક્રમ માં કેન્દ્રીય ગૃહમંત્રી હંશરાજ આહીર, સાંસદ અનુરાગ ઠાકુર, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વાસણ આહીર, પંકજ મહેતા, રમેશ માહેશ્વરી, તારાચંદ છેડા,જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.