આગામી ૧૫મીથી કાળાડુંગર ખાતે નેચર એજયુકેશન કેમ્‍પ

196

ભુજ : રેંજ ફોરેસ્‍ટ ઓફિસની કચેરી, ભુજ ઉત્તર રેંજ દ્વારા કાળા ડુંગર ખાતે આગામી તા.૧૫/૧/૨૦૧૮ થી તા.૨૦/૧/૨૦૧૮ દરમ્‍યાન નેચર એજયુકેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યો છે. જેમાં ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્‍યાસ કરતાં વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા રસ ધરાવતી સ્‍કુલ/સંસ્‍થાઓએ રેંજ ફોરેસ્‍ટ ઓફિસ, ભુજ ઉત્તર રેંજ, ઠે.ઘાસવંડી ફોરેસ્‍ટ કોલોની, લોહાણા મહાજનવાડીની બાજુમાં, ભુજ (મો.નં.૯૮૨૫૫૧૨૧૨૨) ના સરનામે અરજી કરવા જી.બી.વાણીયા રેંજ ફોરેસ્‍ટ, ઓફિસર, ભુજ ઉત્તર રેંજ દ્વારા જણાવાયું છે.