અજરખપુર ખાતે શ્રૃજન (એલએલડીસી) દ્વારા આગામી ૧૦મીથી કચ્છી કલા અને સંસ્કૃતિ પર ફેસ્‍ટિવલનું આયોજન

270

ભુજ : અજરખપુર ખાતે આગામી તા.૧૦મી જાન્‍યુઆરીથી ૧૩મી જાન્‍યુ.૧૮ દરમ્‍યાન એલએલડીસી દ્વારા ૪ દિવસીય ફોક ફેસ્‍ટિવલ ઉજવાશે. જેનો શુભારંભ ૧૦મીએ બપોરે ૧૬ કલાકે મહાનુભાવો દ્વારા કરાશે. જેમાં કચ્‍છી કારીગરીના સ્‍ટોલ્‍સ, કચ્‍છી લોકનૃત્‍યો, આહિરરાસ, કચ્‍છી સીદી ધમાલ, કચ્‍છી લોકસંગીત, ગજીયો પેરોડી નૃત્‍ય, કચ્‍છની ભાતીગળ લોક સંસ્‍કૃતિ વિશેષ આકર્ષણરૂપ રહેશે. કચ્‍છીયત, કચ્‍છના કસબ, કળા પ્રેમીઓને ઉપસ્‍થિત રહેવા કચ્‍છની અસ્‍મિતા માણવા મુખ્‍ય પ્રાયોજક એકસલ ઈન્‍ડ.લી. દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. વધુ વિગતો માટે ફોન નાં.૯૧૨૮૩૨-૨૨૯૦૯૦ નો સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.