રોડમાં અડચણ રૂપ દબાણ હટાવવા ની કામગીરી આવકાર્ય : પણ દબાણ હટાવની આડમાં ૫૦ વર્ષ થી ચાલતા મદ્રેસા હટાવવા એ વ્યાજબી નથી : હાજી જુમા રાયમા

3,890

ભુજ : તાલુકાના ખાવડા વિસ્તારમાં રોડ પહોડુ કરવાની કામગીરીમાં અડચણ રૂપ દબાણો તંત્ર દ્વારા દુર કરાઇ રહ્યા છે. આ કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારમાં મદ્રેસાઓ તોડી પાડવામાં આવ્યા હોવા મુદે તંત્ર પર ભેદભાવ સાથે કાર્યવાહી કરાઇ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ મુદે કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ કચ્છ કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવેલ છે કે તાજેતર મા ભુજ તાલુકા ના ખાવડા વિસ્તાર મા રોડ બનાવવા ની કામગીરી માટે રોડ ટચ ના દબાણો હટાવવાની કામગીરી સાથે ખાવડા વિસ્તાર મા આવેલ ગામડાઓ ની માનવ વસાહત વચ્ચે આવેલ મદ્રેસા જે ૫૦ પચાસ વર્ષ થી કાર્યરત છે, જે તે ગામના પંચાયત મા વેરો પણ ભરાયેલ હોય તેવા કાદીવાઢ ધ્રોબાણા,નવાવાસ રતડીયા,લુડીયા સહીત ના ગામ ના મદ્રેસાઓ ને ૧ દિવસ ની નોટીસ મા દુર કરી દેવા મામલતદાર ભુજ (ગ્રામ્ય) દ્વારા આદેશ આપવામા આવેલ જે બાબતે કયાક કાચુ કપાઈ ગયેલ હોય તેવુ લાગે છે.

જે બાબતે સમગ્ર મુસ્લિમ સમાજ મા જાત જાત ની એફવાઓ અને શંકા કુશંકાઓ ફેલાઇ છે. જેવી કે કચ્છ ના તમામ મદ્રેસાઓ અને મસ્જીદો હટાવવા મા આવશે વગેરે જેવી બાબતો. વહીવટી તંત્ર આ વિસ્તાર ના મદ્રેસાઓ જે નોટીસ આપી દુર કરવામા આવેલ છે તે બાબતે તપાસ કરી ઘટતુ કરે, રોડ તથા અન્ય વિકાસ ના કામ માટે અડચણ રુપ દબાણ હટાવવા મા આવે તેનો વિરોધ નથી, પણ ગામ ની વચ્ચે આવેલ જગ્યા જે કોઈ ને નડતર કે અડચણ રુપ નથી તેવા મદ્રેસાઓ ની જગ્યા ને હટાવવા મા ન આવે તે બાબતે તપાસ કરી વહીવટી તંત્ર જેતે વિસ્તાર ના મુસ્લિમ આગેવાનો ને બોલાવી વિશ્વાસ અપાવે અને હવે આગળ ની કાર્યવાહી મા મદ્રેસા જે કયાય પણ અડચણ રુપ નથી તે માટે યોગ્ય કરવા તથા જે મદ્રેસાઓ હટાવવા મા આવેલ છે તે ફરી ચાલુ થાય તે માટે જરુરી તપાસ કરી સુચના આપવા કલેક્ટરને જણાવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.