સરકારે છેલ્લા આઠ વર્ષથી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને મળવા પાત્ર ઓકટ્રોય વળતરની રકમ ચૂકવી નથી : તત્કાલ ચૂકવવા પૂર્વ વિપક્ષી નેતા વિ.કે. હૂંબલ દ્વારા માંગ

108

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણી વી.કે.હુંબલ દ્વારા સરકાર તરફથી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને મળવા પાત્ર ઓકટ્રોયની રકમ છેલ્લા 8 વર્ષથી ન મળી હોવાથી આ ચૂકવણુ તત્કાલ કરવા સરકાર પાસે માંગ કરી છે.

એક અખબારી યાદીમાં શ્રી હૂંબલે વિગતવાર જણાવેલ છે કે રાજ્યમાં કેશુભાઈ પટેલની સરકાર બની ત્યારે ૧૯૯૮ માં જે ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ ઓકટ્રોય વસુલ કરતી હતી તે ભાજપ સરકારે બંધ કરી અને ત્યારે એવો નિર્ણય લેવાયેલ કે જે પંચાયતો અને નગરપાલિકાઓની ઓકટ્રોય મારફતે જે આવક થતી હતી અને ભવિષ્યમાં એમાં વધારો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખી સરકારે ઓકટ્રોય બંધ કરવાની અવેજીમાં પંચાયતો અને નગરપાલિકા જે-તે વખતે જે વાર્ષિક આવક હતી તેમાં દર વર્ષે ૧૦ % નો ઉમેરો કરી અને ગ્રામ પંચાયતોને ઓકટ્રોયની રકમ ચૂકવવાનું નક્કી કરાયેલ હતું જેના ભાગરૂપે છેલ્લે વર્ષ ૨૦૧૪-૧૫ સુધીનું ઓકટ્રોય વધારાની વળતરની રકમ મળેલ છે.

પરંતુ ત્યારબાદ છેલ્લા ૭ વર્ષથી ઓકટ્રોયના વધારાના વળતરની રકમ જેને આપણે એરીયર્સ કહીએ છીએ તે ચુકવવામાં આવેલ નથી. જેને કારણે પંચાયતો અને નગરપાલિકાઓને મળવા પાત્ર રકમ ના મળવાથી પંચાયતોના વિકાસકામોને પણ અસર થાય છે. તેમજ કર્મચારીઓના વેતન ભથ્થા ચુકવવામાં પણ વિલંબ થાય છે જેને ધ્યાનમાં રાખી ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા પંચાયત મંત્રી, મુખ્યમંત્રી, પંચાયત સચિવ અને વિકાસ કમિશ્નરને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે ઓકટ્રોયના વળતરની રકમ ચુકવવામાં આવે તેવી માંગ કરવાંમાં આવેલ છે.

અંદાજે ૭ વર્ષથી પંચાયતોને રકમ ના મળવાથી આ રકમ ના મળવાના કારણે પંચાયતોને નુકસાન થાય છે. ત્યારે સરકારે ઓકટ્રોય બંધ કરતી વખતે જે નિર્ણય લેવાયેલ છે, જેનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને ૨૦૨૧-૨૨ સુધીનું વળતરની રકમ તાત્કાલિક પંચાયતો અને નગરપાલિકાઓને ચુકવવામાં આવે એવી માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.