ભુજમાં AIMIM એ ભવ્ય બાઇક રેલી સાથે કર્યો જીતનો દાવો : કોંગ્રેસ-ભાજપ જન સંપર્કમાં ભેગા થતા કોંગ્રેસ ઉમેદવારે હાથ જોડતા AIMIM ના ચાબખા
ભુજ : આજે ભુજ AIMIM મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થઈને વિવિધ વિસ્તારોમાં ફરેલી મજલિસની બાઈક રેલીને જનતા જનર્દનનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો અને અમન નગર ચોકડીથી ભીડગેટ, ખત્રીચોક, સેજવાલા માતામ, કોડકી રોડ, સંજોગ નગર, ગાંધીનગરી, દાદુ પીર રોડ થઈને પરત કાર્યાલય પહોંચતા બાઈક રેલીમાં હજારો યુવાનો જોડાતા ગયા હતા અને તમામ વિસ્તારોમાં અભૂતપૂર્વ આવકાર સકીલભાઈ સમાને મળ્યો હતો. ભુજની જનતા એ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસની જુગલબંધી ફાવવાની નથી. બીજી તરફ આજે ભાજપ અને કોંગ્રેસની રેલીઓ સામ સામે ઈરાદા પૂર્વક લાવીને બન્ને પક્ષોએ ઉદારતાના નામે જે વર્તન કર્યું છે, એ આખા ઘટના ક્રમમાં કોંગ્રેસ ભાજપ સામે નત મસ્તક હોવાનો નજારો ભુજની પ્રજાએ જોઈ લીધો છે. માત્ર રેલીઓમાં જ નહીં, વિધાન સભામાં પણ ભાજપ કોંગ્રેસ સામસામે હોય, ત્યારે કોંગ્રેસ હંમેશા ભાજપની સામે હાથ જોડીને તો ક્યારેક લોકશાહી વિરોધ ન દર્શાવીને ભાજપ સામે હાથ જોડેલી મુદ્રામાં જ દેખાય છે. તેવા પ્રહાર કરતા સકિલભાઈ સમા એ જણાવ્યું હતું કે AIMIM ની ભવ્ય બાઈક રેલીથી અમે પૂરા વિશ્વાસમાં છીએ કે આ વખતે ભુજ બેઠક પર ભાજપ -કોંગ્રેસની દોસ્તીની હાર થશે.
વધુમાં અબડાસામાં આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ મેદાન છોડીને ભાજપની ગોદમાં બેસી ગઈ છે, મજલિસ વિરૂધ્ધ લાવ લશ્કર લઈને સોશિઅલ મીડિયામાં અપ પ્રચાર, જૂઠ, અને જાત જાતની અફવાઓ ફેલાવતા કોંગ્રેસીઓ મુસ્લિમ વિરોધી આમ આદમી પાર્ટીને હજુ કેટલું પંપાડશે? એક તો AAP એ કોઈ કચ્છમાં કોઈ મુસ્લિમ ઉમેદવાર નથી ઉતાર્યું, અને જ્યાં મુસ્લિમ ઉમેદવાર છે, ત્યાંથી હટી જઈને ભાજપનો રસ્તો ખુલ્લો કરવાની “છોટા રિચાર્જ ” સ્કીમ કચ્છનો મુસ્લિમ સમાજ સારી રીતે સમજી રહ્યો છે. માંડવી બેઠક પર ભાજપના બે ઉમેદવાર લડી રહ્યા છે એવી બકવાસ કરનાર ઈસુદાન ગઢવી ને જણાવીએ છીએ, માંડવી નહીં, અબડાસા પર ભાજપના બે ઉમેદવાર હતા, જેમાંથી એક ઉમેદવારે જગજાહેર ભાજપ પ્રેમમાં ચૂંટણી જંગમાંથી ખસી જવાનું પસંદ કર્યું હોવાનુ જણાવ્યુ હતું.