વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેમાં લોટ-પાણીને લાકડા જેવું કામ : ભ્રષ્ટાચારના કારણે ટુંકાગાળામાં જ પડ્યા ખાડા

264

ભુજ : વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચારના કારણે અનેક ખાડાઓ થવાથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાના આક્ષેપ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષીનેતા અને કોંગ્રેસ અગ્રણી વી.કે. હૂંબલ દ્વારા કરવામાં આવ્યા છે.

એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઈવે નં. ૩૪૧ વર્ષોથી પારાવાર હાલાકી લોકો ભોગવી રહેલ છે. આ રસ્તા ઉપર મોટા-મોટા ખાડાઓ અવારનવાર અકસ્માત સર્જીને અનેક લોકોના જાન ગુમાવેલ છે. સતત રજૂઆત બાદ આ રસ્તાને રિસરફેસિંગ માટે રૂ. ૧૨ કરોડ મંજુર કરવામાં આવ્યા અને જે રકમમાંથી ભરચોમાસે અમુક ખાડાઓનું કટકે-કટકે પેચવર્ક કરવામાં આવેલ પરંતુ આ કામમાં લોટ-પાણી-લાકડા જેવું કામ કરેલ હોવાના કારણે આ રસ્તામાં ફરીને ખુબ જ ટૂંકા સમયમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયેલ છે જે દર્શાવે છે કે આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહેલ છે. જેનું કારણ આ રસ્તાની રિસરફેસિંગની મંજુરી આપ્યા બાદ ઘણા લાંબા સમય બાદ પેચવર્કનું કામ ભરચોમાસે શરૂ કરવામાં આવેલ જેના કારણે આ રસ્તો ખુબ જ ખરાબ હાલતમાં છે.

આ રસ્તો નેશનલ હાઈવે તરીકે ૨૦૧૪ માં મંજુર કરવામાં આવેલ છે અને આ રસ્તાને ફોરલેન બનાવવાની જાહેરાતો કરવામાં આવેલ છે, પરંતુ લોકો સપના જ જોઈ રહેલ છે કે ક્યારે આ રસ્તાનું કામ શરૂ થશે, ત્યારે આ રસ્તો ફોરલેન તો ના બન્યો પરંતુ સારી રીતે રિસરફેસિંગ કરી આપવામાં આવે તો પણ લોકોને રાહત થશે, આ મુદે વી.કે.હુંબલ દ્વારા માંગણી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો વરસાણા થી અંજાર સુધી નો ૨૨ કી.મી. રસ્તો તાત્કાલિક ધોરણે પુરેપુરો રસ્તાની રિસરફેસિંગ કરવામાં આવે. આ રસ્તો અંજારના ધારાસભ્ય વાસણ આહિરના મતવિસ્તારમાં આવે છે અને તેમનું ગામ પણ આવે છે તો આવો ખરાબ રસ્તો તેમને જોવામાં આવતો નહિ હોય. સાંસદ વિનોદ ચાવડા પણ અવારનવાર આ રસ્તાઓ બાબતે સમીક્ષા બેઠકો કરે છે પરંતુ તેનો પરિણામલક્ષી કામ કેમ થતું નથી તે પણ એક પ્રશ્ન છે. જેથી આ વિસ્તારના લોકોને તેમની જાતનામાંથી છોડાવવા માટે તાત્કાલિક રિસરફેસિંગ કરવામાં આવે અને નેશનલ હાઇવેના અધિકારીઓ આ રસ્તાની કામગીરી ચાલુમાં હોય ત્યારે તેનું સતત નિરીક્ષણ કરે અને યોગ્ય રીતે રસ્તાની કામગીરી થાય તેવી માંગ કરવામાં આવે છે.

Get real time updates directly on you device, subscribe now.