મુસ્લિમ એકતા મંચ કચ્છ દ્વારા કોડિનારમાં મુસ્લિમ યુવક પર થયેલ હુમલા મુદે આવેદન પત્ર

395

ભુજ : કોડિનારમાં મુસ્લિમ યુવક પર થયેલા હૂમલા મુદે કાર્યવાહી કરવા આજે મુસ્લિમ એકતા મંચ કચ્છ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આવેદનમાં જણાવ્યું છે કે કોડિનારમાં મુસ્લિમ સમાજની લાગણી દૂભાય અને કોમી વૈમનસ્ય ફેલાય તેવા જાહેરમાં પ્રવચન કરતા શખ્સ વિરુદ્ધ જાગૃત નાગરિક મહેંદી હસન દ્વારા પુરાવા સાથે પી.આઇ. કોડિનારને અરજી કરવામાં આવી હતી. આ અરજી પરથી એફ. આઇ. આર નોંધાઈ નથી કે કોઈ અટકાયતી પગલા લેવાયા નથી. ઉલ્ટાનું અરજદાર પર 25-9 ના અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભુકી નાખી, ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારને ગંભીર ઇજાઓ થઇ હતી, આ મુદે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ઉપરોકત બંને મુદા એક બીજા સાથે જોડાયેલ છે કે કેમ ? તે મુદે સઘન તપાસ કરી કાર્યવાહી થાય, તેમજ શહેરની શાંતિ ડહોળવા સોશ્યલ મિડીયા પર મુસ્લિમ સમાજને ગર્ભીત ધમકી આપતા મેસેજ વાયરલ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે ખાસ એજન્સી દ્વારા તપાસ કરી, કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.