કચ્છમાં કિડાણા કાંડ મુસ્લિમોને ડરાવવા ષડયંત્ર અને આવનાર ચૂંટણીઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનું કાવતરું : MCC ફેક્ટ ફાઈંડિંગ ટીમનો દાવો

1,522

અમદાવાદ : કચ્છમાં મુન્દ્રા તાલુકાના સાડાઉ અને ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે રામ મંદિર નિર્માણનિધી એકત્ર કરવા નીકળેલ રથયાત્રા દરમ્યાન થયેલ સાંપ્રદાયિક હિંસા મુદે માઇનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા બનાવની સત્યતા તપાસવા મુજાહિદ નફીસ ( કન્વીનર MCC ગુજરાત), ઉસમાનગની શેરાસીયા (સામાજિક કાર્યકર), ઇબ્રાહીમ તુર્ક (સામાજિક કાર્યકર), મોહમ્મદ લાખા (સામાજિક કાર્યકર) વગેરે સભ્યોની ફેક્ટ ફાઈંડિંગ ટીમનું ગઠન કરી, સમગ્ર બનાવની ઉંડાણ પૂર્વક તપાસ કરી સમગ્ર ઘટનાનો અહેવાલ તેમજ આ ઘટના મુદે પોતાનો મત રજૂ કરી અને સરકાર સમક્ષ વિવિધ માંગો મુકી છે. આ બાબતે MCC એ વિસ્તૃત અહેવાલ જાહેર કરેલ છે.

કિડાણા ઘટનાનો અહેવાલ

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ચંદો ઉઘરાવવા યાત્રા વખતે થયેલ હિંસાનો અહેવાલ
કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તા. ૧૭/૦૧/૨૦૨૧ના રોજ સાંજના આશરે ૬ વાગ્યે રામમંદિરના નામે ફાળો ઉઘરાવવા નિકડેલ યાત્રામાં લાકડી, ત્રિશુલ, ભાલા સાથે આશરે ૩૦ જેટલા બાઇક તેમજ ટ્રેક્ટરની ટ્રોલીમાં પથ્થરો અને હથિયારો સાથે આ યાત્રા ગામના મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશી, યાત્રામાં આશરે 300 લોકો હતા જેઓ જોરજોરથી સુત્રો બોલી રહ્યા હતા, તેઓ “હર એક હિન્દુસ્તાની, બોલેગા જય શ્રી રામ”, “બાબરી મસ્જીદ તોડેંગે, રામ મંદિર બનાયેંગે” જેવા ઉશ્કેરણી જનક સુત્રો બોલી રહ્યા હતા, આ સરઘસ જ્યારે ગામ ની મસ્જિદ પાસે થી પસાર થયું ત્યારે તેઓ વધુ જોરથી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને મુસ્લિમ ધર્મ વિષે અપશબ્દો બોલવા લાગ્યા, મુસ્લિમ સમુદાયના એક ભાઈ એ તેઓને સમજાવવાનો પર્યતન કર્યો કે આપણે આટલા વારસો થી ભાઈચારા થી રહયે છીએ જેથી આવા અપશબ્દો તમે બોલોએ યોગય નથી લાગતું, પણ ટોળું આ વાતને ધ્યાન લીધા વિના આગળ વધી અને મુસ્લિમ વિસ્તાર પર ટ્રેક્ટરની ટ્રૉલી પર પથ્થરો ફેકવાની શરૂઆત કરી, જેથી આ વિસ્તારના લોકો ગભરાઈને બહાર આવીને ટોળાંમાં રહેલ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસને પણ આ બાબતની વિનંતી કરેલ કે તેઓ આ ટોળાને કાબૂમાં રાખે પરંતુ યાત્રાના 300 લોકોના ટોળાં સામે બંદોબસ્તમાં રહેલ માત્ર 7 પોલીસ વાળા આ ટોળાં ને કાબુમાં ના લઈ શકેલ જેથી મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે ફોન થી જાણ કરેલ ત્યાર બાદ SP ઘટના સ્થળે આવ્યા હતા અને તેઓએ બંને કોમના લોકોને સમજાવ્યા, પોલીસના સમજાવ્યા બાદ યાત્રામાં રહેલ લોકો પાછા ફરી જવા નિકડેલ પરંતુ મુસ્લિમ વિસ્તાર જ્યાં પૂરો થાય છે તેના છેલ્લા મકાન ઈકબાલ વકીલના ઘર પાસેથી મુસ્લિમના ૩ મકાનો પર હુમલો કરીને સળગાવે છે અને ઘરની બહાર રહેલ વાહનોને નુકશાન પોહ્ચાડે છે એ વાતની ખબર પડતા મુસ્લિમ લોકો મદદ માટે બહાર નીકળે છે પરંતુ પોલીસ દ્વારા મુસ્લિમોને રોકવામાં આવે છે અને ઉપરથી ટિયરગેસ છોડવામાં આવે છે, બીજી તરફ મુસ્લિમ વિસ્તારમાં આવવા જવાના રસ્તા પર આશરે 3000 જેટલી હિન્દુ સમુદાયના લોકોની ભીડ એકઠી થઈ જાય છે અને રસ્તો રોકી લે છે જેમાં માત્ર ગામના જ લોકો નહીં પણ બહારના લોકો પણ શામેલ હોય છે, આ ટોળાં દ્વારા પોલીસની સ્વીફ્ટ અને આઈ-૧૦ બે ગાડીઓને પણ નુકશાન પોહ્ચાડવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા તેની ઉપર કોઈ કામગીરી કરવાંમાં આવેલ નહીં, આ 3000 ટોળું સતત રોડ પર હતું. આશરે સમયે નુરમામદ રિક્ષા લઈને આવે છે તેના પર ત્રિશુલ દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં તેઓને ગાળાના ભાગે ઇજા થઈ તેઓ પોતાની જાણ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યો પરંતુ તેમની રિક્ષામાં બેસેલ ઝારખંડના મજુર અર્જુન કે જેઓને મોટી દાઢી હોવાથી ટોળું તેમણે મુસ્લિમ સમજીને ઘેરી વળ્યું અને તેમણે મારી નાખવામાં આવેલ, ત્યારબાદ મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા ગામના બનાવ બાબતે આવે છે ત્યારે ટોળું તેમની ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ દ્વારા આ ટોળાને વેરવિખેર કરવા માટે ટીયરગેસ છોડવામાં આવેલ જેથી થોડી વારમાં ટોળું વિખરાયું,

ધ્યાનમાં લાવવાનું કે આ બનાવ પહેલા ગામ ની આહીર સમાજવાડી પાસે બપોરથી જ બહારગામના લોકો ભેગા થવા લાગેલ હતા અને અને મુસ્લિમ વિસ્તાર આશરે ૬ વાગ્યાના સુમારે જે ઘટના બની તે પછી ૧૫ જ મિનિટમાં બહારગામના લોકો પણ આવી ગયા હતા જે દર્શાવે છે કે આ યાત્રા જાની જોઈને કોમવાદી સંઘર્ષ ઊભું કરવા માટે અને અને જાની જોઈ ને મુસ્લિમો ને ડરવવા માટે કાઢવામાં આવી હતી. સાંજ ની ઘટના બાદ આ યાત્રામાં શામેલ અસમાજિક તત્વો એ આગળ અંતરજાળગામમાં જઈને ત્યાંની મસ્જીદ અને દરગાહમાં પણ તોડફોડ કરી હતી.

આ આખી ઘટનામાં મુસ્લિમ સમુદાયના ઘરો બાળવામાં આવ્યા, એક ઝારખંડ ના મજૂર અર્જુન ને મુસલમાન સમજીને મારી નાખવામાં આવ્યો, મસ્જિદો અને દરગાહ ને નુકસાન પહોંચાડવામાં આવ્યું, કેટલાય મુસ્લિમો ઘાયલ થયા તેમ છતાં મુસ્લિમો પર ફરિયાદ કરવામાં આવી અને ૩૦ જેટલા મુસ્લિમ લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે ૩૦૦૦ ના ટોળાં માથી માત્ર ૧૩ ની જ ધરપકડ કરવામાં આવી અને અર્જુન ની હત્યાના બનાવ બાબતે ૩૦૨ ની કલામ પણ આ ટોળાં સામે લગાવવામાં આવી નહીં.

આ યાત્રા જાણી જોઈને મુસ્લિમ વિસ્તારોમાં લઈ જવામાં આવી જેથી કરીને તોફાન થઈ શકે તેમજ એવા ગામોમાં પણ લઈ જવામાં આવી જ્યાં એક પણ હિન્દુ ઘર ના હતું જેથી સ્પષ્ટ થાય છે કે જાણી જોઈને દંગા ફેલાવવાના સુનિયોજિત આયોજન સાથે આ યાત્રા કાઢવામાં આવેલ છે.

કિડાણામાં ૨૬, મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તિરંગા યાત્રા કરવામાં આવી હતી ત્યારે પણ આ લોકોએ હાથમાં તિરંગાની બદલીમાં હિંદુ ધ્વજ લઈને યાત્રા કરી હતી અને ત્યારે પણ થોડી ઘણી માથાકૂટ થઇ હતી.

સાડાઉ ઘટનાનો અહેવાલ

તા. 17/01/2021 ના રોજ આશરે સાડા ત્રણ ચાર વાગ્યે 15 થી 20 બાઈક સવારો સાડાઉ ગામમાં એક સાથે આવે છે, એ લોકો આખા ગામમાંથી ચક્કર લગાવી ગુંદાળા રોડ પર જતી વખતે લોકો સાથે માથાકૂટ કરી હતી, ત્યારબાદ આશરે ૬ વાગ્યે લગભગ 400 જેટલા લોકો ગાડી અને બાઇકના ટોળા સાથે આવે છે, આ સમય મગરિબ ની નમાજ નો સમય હોય છે પરંતુ આ ટોળું આશરે દોઢ કલાક સુધી એક જ રોડ પર આવેલ બે મસ્જિદો પાસે જોર જોર થી ડી જે વગાડે છે અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરે છે. તેઓને પૂછતાં જણાવે છે કે તેઓ મામલતદરની પરમીશન સાથે આવેલ છે આ નાનકડા ગામમાં આટલા બધા લોકોએ મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદ પાસે આવીને ડીજે વગાડવાની એવી કોઈ જરૂરિયાત જણાતી નથી આટલું કરવા છતાં પણ ગામ ના મુસ્લિમ લોકો શાંત રહ્યા તો આવેલ ટોળાં ના અમુક લોકો મુસ્લીમોના ઘરો માં ઘૂસી ગયા તેમજ ગલીઓમાં જઈને નાના છોકરાઓ ને પણ હેરાન કરવા લાગ્યા આ બધુ જાણી જોઈને ઉશ્કેરવા માટે અને મોટી કોઈ ઘટના કરવાના ઇરાદે કરવામાં આવી રહેલ હોય તેવી લાગી રહ્યું હતું, આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ પણ ત્યાં હતી પરંતુ પોલીસ પણ કોઈ મુકદર્શક ની જેમ આ બધુ જોઈ રહી હતી તેમજ જાણે કે કોઈ ઉપરી આદેશ હોય કે ટોળાં ને જે કરવું હોય તે કરવા દેવું એ પ્રમાણે નું વર્તન કરી રહી હતી.

આ બંને ઘટના પર એવું લાગી રહ્યું છે કે બંને ઘટનાઓ સુનિયોજિત આયોજન સાથે રમખાણ કરવાના ઇરાદે કરવામાં કરવામાં આવેલ છે, બંને ઘટનાઓ માં પ્રથમ અમુક લોકો બાઇક દ્વારા રેકી કરે છે અને ત્યારબાદ મોટા ટોળાં સાથે મુસ્લિમ વિસ્તારમાં ધસી આવે છે અને જાની જોઈને મુસ્લિમ લોકોને હેરાન કરે છે અને પોલીસ પણ તેઓ નો સાથ આપે છે.

ફેક્ટ ફાઈંડિંગ ટીમનો મત

જાન્યુઆરી 2021 માં, કચ્છ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાના કારણોની તપાસ કરવા માટે ચાર સભ્યોની સ્વતંત્ર ફેક્ટ ફાઈંડિંગ ટીમે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. લોકોના સંયમ અને સૂઝબૂઝના કારણે હિંસાની ઘટનાઓ બહુ ફેલાઈ ન હતી, ફેક્ટ ફાઈંડિંગ ટીમના સભ્યોને લાગ્યું કે આ ઘટનાઓએ હિન્દુ-મુસ્લિમ સંપ્રદાયોમાં રહેલી અશાંતિ વધારે તીવ્ર બનાવી છે. જો સાંપ્રદાયિક સુમેળનું વાતાવરણ જળવાય તો ગુજરાતની જનજીવનની સુરક્ષા અને વિકાસ અને સમૃદ્ધિની સંભાવનાઓ વધુ તીવ્ર બને છે.

25 થી 27 જાન્યુઆરી 2021 ના રોજ, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અને ઘણા લોકો સાથે વાત કરીને, આ ટીમને જાણવા મળ્યું કે આ જુદી જુદી દેખાતી ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ છે અને તેમનું સ્વરૂપ એક બીજાની જેમ એક ખાસ રીતે મળતું આવે છે. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં બહુમતી સમુદાયના ટોળાએ જાણી જોઈને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની પસંદગી કરી રેલી, સરઘસ કાઢેલ હતું અને અપમાનજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઘટનાઓમાં, અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર માટે દાન એકત્ર કરવાના બહાનાને ઉપયોગ કરીને મુસ્લિમ વિસ્તારોમાંથી રેલીઓ કરવામાં આવી હતી. મુસ્લિમોને એટલી હદે ઉશ્કેરવામાં આવ્યું કે તેમની પાસેથી થોડી પ્રતિક્રિયા થવી જોઈએ પછી પોલીસ અને વહિવટની મદદથી મુસ્લિમોને ખોટા કેસોમાં ફસાવી શકાય. તેણે મુસ્લિમ સમાજમાં ગભરાટ પેદા કરવાનો પ્રયાસ કર્યો, બીજી તરફ મીડિયા દ્વારા, મુસ્લિમો પથ્થરમાર સાબિત થયા, તેમને જેલમાં સજા કરવામાં આવી, તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા. પીડિતોએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે ચૂંટણી આવતાની સાથે આવી કોમી ઘટનાઓ વધુ વધી જાય છે. યાદ રાખો કે ગુજરાતમાં પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણીઓ યોજાવાની છે.

તપાસ ટીમના સભ્યોનું માનવું છે કે સત્તાના હોદ્દા પરના લોકો અને ચુકાદામાં જવાબદાર લોકોના નિવેદનો લઘુમતીઓ સામે હિંસા કરનારા જૂથોને સ્પષ્ટ પ્રોત્સાહન આપે છે. સરકારના દબાણને કારણે પોલીસ અને વહીવટી તંત્ર તેમની બંધારણીય જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે.

તમામ કેસોમાં એ પણ જોવા મળ્યું હતું કે પોલીસે તોફાની લોકો પર કાર્યવાહી કરી નથી અને મોટાભાગના ભોગ બનેલા લોકોનો રિપોર્ટ લખ્યો નથી. સભ્યોને લાગ્યું કે આ રાજ્ય પ્રાયોજિત અને બહુમતી કોમી હિંસાની સામે પોલીસ તંત્ર ભારે દબાણ હેઠળ છે.

સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ તપાસ ટીમની માંગણી નીચે મુજબ છે

1- દાન / ચંદો એકત્ર કરવા માટે કાઢવામાં આવતી હથિયારબંદ રેલીઓને કાઢવાની મંજૂરી આપવામાં ના આવે.

2- જ્યાં યાત્રા કાઢવામાં આવે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઇએ.

3- પોલીસ નિષ્પક્ષતા માટે સમગ્ર કાર્યક્રમની વિડિઓ રેકોર્ડિંગ થવી જોઈએ.

4- ઉપરોક્ત ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા નિર્દોષોને છોડીને અસલી ગુનેગારોની ધરપકડ થવી જોઈએ.

5- જે લોકોના મકાનો અથવા અન્ય સંપત્તિઓ તોડી પાડવામાં આવી છે અથવા લૂંટાઇ છે તેવા લોકોને તાત્કાલિક યોગ્ય વળતર આપવું જોઈએ.

6- મસ્જિદ અને દરગાહને થયેલા નુકસાનની ભરપાઇ માટે તાત્કાલિક યોગ્ય વળતર આપવું જોઈએ.

7- આ ઘટનામાં મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલા વ્યક્તિના પરિવારને તાત્કાલિક વળતર આપવું જોઈએ.

8- જ્યાં પોલીસની બેદરકારી સામેલ હોવાનું જણાય, તો અધિકારી અને કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને તેમની ઉપર ગુનાહિત કાર્યવાહી ચલાવવામાં આવે.

9- ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર અને હરકતો કરતા ટોળા સામે યુએપીએ કાયદા હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવે.

10- આવી યાત્રાઓને મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થવાની છૂટ ના આપવામાં આવે અને જો કોઈ એવો રસ્તો હોય કે જ્યાંથી પસાર થવું અનિવાર્ય હોય તો તે બાબતે બંને સમુદાયના લોકો સાથે બેઠક યોજીને આગળની કાર્યવાહી કરવી જોઈએ.

11- આ યાત્રાઓને ધાર્મિક સ્થળો પાસેથી પસાર થતી વખતે ડીજે જેવા માધ્યમો દ્વારા હો હલ્લા, નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવાની મંજૂરી ન આપવી જોઈએ.

13- આ યાત્રાઓમાં ટ્રેક્ટર ટ્રોલી અને તેની અંદર પત્થરો, લાકડીઓ, દંડા, ત્રિશૂળ, હોકી, બેઝબોલ નો બેટ આ વસ્તુ/હથિયારોને પ્રતિબંધિત કેટેગરીમાં રાખવી જોઈએ અને જો આયોજક દ્વારા આ બાબત ના માનવમાં આવે તો તેઓની વિરુધ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઇએ.

14- આવી યાત્રાઓમાં 50% મહિલાઓ હોવી ફરજિયાત બનાવવી જોઈએ જેથી ભીડમાં અશ્લીલ ગુંડાઓ, અસામાજિક તત્વો કાબૂમાં રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને,

15- આ ક્ષેત્રોમાં શાંતિ અને સદભાવનો વાતાવરણ જાણવાઈ રહે તે માટે પરસ્પર સામૂહિક સુમેળના કાર્યક્રમો કરવા જોઈએ.

16- સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે નીતિ બનાવવી જોઈએ.

Get real time updates directly on you device, subscribe now.