ચારણ સમાજના બીજા યુવાનનું મૃત્યુ : કચ્છમાં યુપી-બિહારથી પણ ખરાબ કાયદો વ્યવસ્થાના આક્ષેપ : જો…જો… કચ્છમાં પણ ક્યાં યુપીના ડોન વિકાસ દુબે જેવો બિકરૂકાંડ ન થાય

539

ભુજ : મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ચારણ સમાજના ત્રણ યુવાનોને પોલીસે ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી ઢોર માર મારતા અરજણ ગઢવી નામના યુવાનનો થોડાક દિવસ અગાઉ મૃત્યુ થતા કચ્છમાં ચકચાર સર્જાઇ હતી. તો અન્ય યુવાનની હાલત ગંભીર હોતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. આ હરજોગ ગઢવી નામના યુવાનનુ પણ ગઈ કાલે સારવાર દરમ્યાન મૃત્યુ થતા સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઇ હતી.

આ મુદે કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હૂંબલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યુ કે ચારણ સમાજના બે યુવાનોના પોલીસ દમનના કારણે થયેલ મોત આઘાત જનક ઘટના છે. આ પ્રકારની ક્રૂર ઘટના કચ્છ માં કયારે બની નથી. આવા ક્રૂર હત્યારાને આકરામાં આકરી સજા થવી જોઇએ. હાલ કચ્છ પોલીસ માફીયાઓ સાથે સાંઠગાંઠ કરી લોકો પર દમન ગુજારી રહી છે. રક્ષક જ ભક્ષક બનશે ત્યારે આમ પ્રજાનો ભરોસો પોલીસ તંત્ર પર થી ઉઠી જશે. અત્યારે કચ્છમાં પોલીસ તંત્રની હાલત યુપી-બિહારથી પણ ખરાબ છે. પોલિસ ખંડણી લઈ માફીયાના કામોમા ભાગીદાર બને છે, જે ખૂબજ ગંભીર બાબત છે. કચ્છ SP અને IG ગમે તેટલી કાયદો વ્યવસ્થા સુધારવા પ્રયત્ન કરે પણ નીચલા અધિકારી તેઓને ગાંઠતા નથી. જેમ યુપી ડોન વિકાસ દુબે વાળા બીકરૂકાંડમાં સમગ્ર પોલીસ તંત્ર સંડોવાયેલ હતો, તે જ રીતે કચ્છમાં ગુડાગીરીમાં સમગ્ર પોલીસ તંત્ર સંડોવાયેલ છે. જેથી ભવિષ્યમાં કચ્છમાં પણ યુપીના બીકરૂ કાંડ જેવી ઘટના ઘટવાની પૂરી શકયતા છે. પોલીસ દમનથી અરજણ ગઢવી નામના યુવાનનુ મૃત્યુ થયુ ત્યારે પરિવારે લાશ સ્વીકારવાની ના પાડી હતી. ત્યારે પોલીસે ચારણ સમાજને ખાતરી આપી હતી કે આરોપીઓને જલ્દી પકડી પાડવામાં આવશે. પરંતુ હજી સુધી આરોપીઓની ધરપકડ ન કરી પોલીસે ચારણ સમાજને છેતર્યા છે. પોલીસ આરોપીઓને પતાળ માથી સોધી લેતી હોય છે, ત્યારે કચ્છના આ ક્રૂર બનાવમાં પોતાના જ વિભાગના કર્મચારીઓને હજી સુધી સોધી નથી શકી જે કચ્છની જનતામાં પોલીસ પ્રત્યે ભરોસો ગુમાવનારો મોટો પ્રશ્ન છે. જેથી હત્યારાને તત્કાલ પકડી પાડવા પૂર્વ વિપક્ષી નેતાએ માંગ કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ કે કચ્છ જિલ્લામાં ભાજપના સાંસદ અને 5 ધારાસભ્ય છે. છતા અત્યાર સુધી જન પ્રતિનિધિઓએ ન્યાય અપાવવા કોઈ પ્રયત્ન કરેલ નથી જે સંવેદનહીનતા છે. માટે જન પ્રતિનિધિઓએ આગળ આવી ચારણ સમાજના બે યુવાનોની નિર્મમ હત્યા થઈ છે તેને ન્યાય અપાવે તેવી માંગ કોંગ્રેસી અગ્રણી અને પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હૂંબલે કરી છે.

Get real time updates directly on you device, subscribe now.