લાખોંદ ટોલનાકા તરફ જતા રોડ પર આવેલ સોસાયટીના મકાન માંથી રૂ. 83300 ના વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો

359

ભુજ : પધ્ધર પોલીસ દ્વારા આજે શેખપીરથી લાખોંદ ટોલનાકા તરફ જતા રોડ પર આવેલી સોસાયટીના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.

રેન્જ આઇ. જી. તથા પશ્ચિમ કચ્છ એસ.પી. ની દારૂની બદી નાબુદ કરવાની સૂચના મુજબ પધ્ધર પોલીસ ઈન્ચાર્જ PI એસ.જે રાણાના માર્ગદર્શન હેઠળ PSI ગોહિલની આગેવાનીમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે લાખોંદ ટોલનાકા તરફ જતા રોડ પર અવધનગર સામે આવેલ ઓધવ પાર્ક સોસાયટીમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડમાં મેકડોવલ્સ નં.1 વ્હીસ્કી 144 બોટલ, એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી 70 બોટલ, ટુ બર્ગ બીયરના 48 ટીન સહિત 83300 રૂ. નો વિદેશી દારૂ અને 5500 રૂ.ના બે મોબાઇલ ફોન સહિત 88800 રૂ.નો મુદામાલ કબજે કર્યો હતો. સાથે ત્યા હાજર રહેલ આરોપી મયુરવન નારાણવન ગોસ્વામી રહે. કુકમાની પણ ધરપકડ પધ્ધર પોલીસે કરી છે. તો અન્ય આરોપી મીતરાજસિંહ જાડેજા રહે. આદીપુર ત્યાં હાજર ન મળતા તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ બંને આરોપીઓ વિરૂદ્ધ પધ્ધર પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પધ્ધર પોલીસનો સમગ્ર સટાફ જોડાયો હતો.

Get real time updates directly on you device, subscribe now.