પૂર્વ કચ્છ LCB એ ગાંધીધામ માંથી 28 લાખ રૂપીયાના દારૂ અને બીયર સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

635

ગાંધીધામ : પૂર્વ કચ્છ LCB એ ગાંધીધામ માંથી 28,25,640 રૂપિયાના દારૂ અને બીયરના જથ્થા સાથે 2 આરોપીને પકડી સપાટો બોલાવ્યો છે.

રેંજ આઇ.જી. અને પૂર્વ કચ્છ એસ.પી.ની સુચના મુજબ કરાઇ રહેલ પેટ્રોલીંગ દરમ્યાન પૂર્વ કચ્છ LCB સ્ટાફને ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં ગાંધીધામ ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા હાઇવે રોડ પર, રોંગ સાઇડના સર્વીસ રોડ પર ભગવતી કાંટાની બાજુમાં અને ટાટા શોરૂમ થી આગળ આવેલ ગોડાઉનમાં આરોપી મીતરાજસિંહ જાડેજા રહે આદીપુર દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી ગેરકાયદે વેંચાણ કરાતું હોવાની બાતમી મળી હતી. તે મૂજબ LCB સ્ટાફે રેઇડ કરતા 6960 દારૂની બોટલ, કિમત રૂ. 26,62,440, બીયર ટીન 1632 કિમત રૂ. 1,63,200 અને એક એકટીવા, 3 મોબાઇલ ફોન સહિત કુલ્લ 28,66,140 રૂ.ના મુદા માલ સાથે ત્યાં હાજર આરોપી ઇશ્વરદાસ વાલદાસ વૈષ્ણવ રહે. ભચાઉ, પવનકુમાર રઘુનાથ ઠાકુર રહે. કાર્ગો ઝુપડા ગાંધીધામને ઝડપી પાડેલ છે. તો અન્ય આરોપી મિતેન્દ્રસિંહ ઉર્ફે મીતરાજ કિરીટસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી બંને રહે. આદિપુર, પુના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ રહે બંને રાપર અને માલ મોકલનાર એમ 5 આરોપી ત્યાં હાજર ન હોતા આ અન્ય 5 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ કામગીરીમાં પૂર્વ કચ્છ LCB ઇન્ચાર્જ PI બી.જે. જોષી સાથે LCB સટાફ જોડાયો હતો. LCB એ રેઇડ પાડી 28 લાખ જેટલી રકમનો દારૂ પકડતા પૂર્વ કચ્છ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Get real time updates directly on you device, subscribe now.