“પાંજા પ્રતિનિધી જો કો વ્યા ઇ વકાઇ જ વ્યા અયેં” : PM જાડેજાની કચ્છીમાં પક્ષ પલ્ટા મુદે ભાષણની ક્લીપ વાયરલ

1,013

ભુજ : આજ અબડાસા વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારી કરનાર પ્રદ્યુમનસિંહ જાડેજાની 2017 માં છબીલ પટેલના પક્ષ પલ્ટા વિશે કચ્છીમાં કરેલ ટીપ્પણીની ક્લીપ વાયરલ થઇ છે.

પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે કોંગ્રેસ વતી 2017 માં ચૂંટણી લડી રહ્યા હતા. તે વખતે છબીલ પટેલ કોંગ્રેસ માંથી પક્ષ પલ્ટો કરી ભાજપમાં ગયા હતા. 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન એક જાહેર સભાને સંબોધતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છીમાં કટાક્ષ કર્યો હતો. તે ભાષણની ક્લીપ આજે વાયરલ થઇ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે “પાંજા પ્રતિનિધી જોકો વ્યા અયેં, ઇ વકાઇ જ વ્યા અયેં, પાછો અની કે શરમ પણ નતી આચે, ” મતલબ કે આપણા પ્રતિનિધી ભાજપમાં જોડાયા છે તે વેંચાણા છે. તેઓને શરમ પણ નથી આવતી કે પબ્લીકે આપણે મત આપ્યા અને તમે પોતાના ફાયદા માટે બીજા પક્ષમાં જોડાયા છો એનો મતલબ શું ?

આ કટાક્ષ તેઓ છબીલ પટેલના પક્ષ પલ્ટા માટે કરી રહ્યા છે. હાલ સમયે ખૂદ પ્રદ્યુમનસિંહ તે સમયે છબીલ પટેલ હતા તે જ પરિસ્થિતિમાં છે. તેઓ પણ કોંગ્રેસે માંથી પક્ષ પલ્ટો કરી ભાજપના ઉમેદવાર તરિકે ચૂંટણી લડી રહ્યા છે. આ સમયે આ વિડીયો વાયરલ થતા પોતાના જ કટાક્ષ ભર્યા શબ્દો, ખૂદ પર ફીટ થતા હોય તેવું સ્પષટ દેખાઇ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.