ગુજરાતના મુખ્યમંત્રીને પણ આજે “ઇભલા શેઠ” ખટક્યા, ફરી અબડાસાના રાજકારણમાં ઇભલા શેઠના નામની ચર્ચા

8,563

ભુજ : આજે ગુજરાતના મુખ્યમંત્રીને વિજય રૂપાણીએ નલીયા જંગલેશ્વર મેદાન ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. નલિયા ચૂંટણી સભામાં પોતાના પ્રવચનમાં લોકસભા ચૂંટણીમાં જીતુ વાઘાણી જેમ મુખ્યમંત્રીને રૂપાણીએ પણ ઇભલા શેઠનું નામ લઇ નિવેદન કર્યું છે.

આજે નલિયા ખાતે પ્રચારમાં આવેલ CM એ સભાને સંબોધનના અંતમાં અબડાસામાં સખી દાતા અને ગરીબોના બેલી તરિકે પ્રખ્યાત ઇભલા શેઠનું નામ લઇ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું આપણે ઇભલા શેઠનું નહી પણ ગાંધી- સરદારનું કચ્છ બનાવવું છે. ગત લોસભા ચૂંટણીમાં તત્કાલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ રાપરની સભામાં ઇબલા શેઠ વિરૂદ્ધ બફાટ કર્યો હતો. આ મુદે ઇભલા શેઠના પુત્ર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા સાથે વતા કરતા તેઓએ જણાવ્યું કે ઇભલા શેઠ એટલે કે તેમના પિતાજી સમગ્ર કચ્છ સહિત અબડાસાની જનતાના અને તમામ સમાજના લોકોના હૃદયમાં સન્માનીય સ્થાન ધરાવે છે. તેમના મૃત્યુ બાદ પર ઇભલા શેઠની ગરીબોના દિલમાં જે જગ્યા અને પ્રતિષ્ઠા છે તે ભાજપ નેતાઓને ખટકે છે. અબડાસા સીટ પર સતત ભાજપ પાર્ટી હારનો સામનો કરતા, મતોનો ધ્રુવી કરણ કરવાના પ્રયાસમાં ઇભલા શેઠ વિરૂદ્ધ સતત આવા નિવેદનો આપતા રહે છે.

ભાજપનો પ્રયત્ન છે કે પ્રજામાં ઇભલા શેઠની લોક ચાહના છે તેને ખતમ કરી દેવામાં આવે. પણ આવું કરવામાં ભાજપ કોઈ દિવસ સફળ થાશે નહી. કારણ કે ઇભલા શેઠની છાપ ગરીબ લોકોની મદદ કરવાની અને સેવાકીય કાર્યોથી બની છે જે લોકોના દિલમાં કાયમી રહેશે તેવું ઇકબાલ મંધરાએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.