પેટા ચૂંટણી ભાજપના પાપ અને કોંગ્રેસની નબળાઇના કારણે આવી : અબડાસા અપક્ષ ઉમેદવારના સમર્થનમાં શંકરસિંહની સભા

387

નલિયા : આજે જંગલેશ્વર મેદાન નલિયા ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવાર હનીફ પડેયારના સમર્થનમાં સભા સંબોધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શંકરસિંહ વાઘેલા તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ઉપસ્થિત અગ્રણીઓએ ભાજપ કોંગ્રેસને સાઇડમાં મુકી અપક્ષ ઉમેદવારને જીતાડી વિધાનસભામાં મોકલવા જણાવ્યું હતું. અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયાર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતુ. તેઓએ જણાવ્યું કે હૂં નથી ભાજપનો અને નથી કોંગ્રેસનો મને પ્રજાએ ઉભો રાખ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ આપણો ઉપયોગ કર્યો છે. જે રીતે હમણા વિધાનસભામાં હકક લેવા મે ઉમેદવારી કરી છે, તે પ્રમાણે જો તાલુકા જિલ્લાની ચૂંટણીમાં પણ જો મુખ્ય રાજકીય પક્ષો ટિકીટ નહીં આપે તો જિલ્લા-તાલુકાની ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાનું તેઓએ જણાવ્યું હતું. હાલ બંને ઉમેદવારો ભાજપના છે, ભાજપ સામે ભાજપ લડે છે તેવું કહી કોંગ્રેસી ઉમેદવાર પણ ભાજપ માંથી આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તમામ લોકોનું એવું માનવું હતું કે ભાજપ-કોંગ્રેસ સિવાયનો વિકલ્પ જોઇએ. ત્યારે હવે હૂં વિકલ્પ તરીકે ઉભો છું, માટે તમામ સમાજના લોકો મને મત આપજો એવી અપીલ સભામાં ઉપસ્થિત લોકોને કરી હતી.

ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભાને સંબોધન કર્યું હતું. સભા સંબોધતા જણાવ્યું કે અબડા અડભંગની મુર્તિને પગે લાગી સૂતરની આંટી ચડાવી પ્રચારની શરૂઆત કરી છે. કચ્છની અનેક સમસ્યા માટે તેઓ લડ્યા હોવાથી, કચ્છ સાથે જુનો નાતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે રાજકારણના રોટલા સેકવા કચ્છ નથી આવ્યો, કોમવાદ ભાજપ-કોંગ્રેસ કરે છે અમે નહીં. 1975 માં પ્રથમ મુસ્લિમ ધારાસભ્ય તેઓએ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ગાંધીનગર અને દિલ્હી બેઠેલા નેતાઓને ચીટર કહ્યા હતા. ભાજપ પાર્ટી બનાવવા તેમના ખભા તુટી પડ્યા ત્યારે બની છે. હાલ આ પાર્ટીમાં સાવ ખોટા માણસો બેસી ગયા છે. મુસ્લિમ જમાઇઓ તેમને પસંદ છે પણ મુસ્લિમ ઉમેદવારો પસંદ નથી. આ 8 વિધાનસભાની ચૂંટણી ભાજપના પાપ અને કોંગ્રેસની નબળાઇના કારણે આવી છે. હજી પણ કોંગ્રેસના ઉમેદવાર જીતીને ભાજપમાં નઇ જોડાયા તેની કોઈ ગેરેન્ટી નથી. આ પરિસ્થિતિના કારણે કોંગ્રેસ મુકી હોવાનું જણાવ્યું હતું. પોતાની આક્રમક સહેલીમાં તેઓએ જણાવ્યું કે હૂં દરબારનો દિકરો છું કોઈના તલવા ચાટતા મને નથી આવડતા. પાર્ટીની ચિંતા કરતા પ્રજાની ચિંતા કરવી છરૂરી છે. પાર્ટીઓ તો આવશે અને જાશે, પાર્ટી આપણા માટે છે આપણે પાર્ટી માટે નથી તેવું જણાવ્યું હતું. લોકો રજૂઆત કરવા આવે ત્યારે કે છે કે કોઈ સાંભળતું નથી બાપુ કાંઇક કરો, આવા નિરાધાર લોકો માટે પ્રજા શક્તિ પાર્ટીની રચના થઇ છે. અબડાસામાં સૌથી વધુ મુસ્લિમ મતો હોવા છતાં બંને પાર્ટીઓ એ ટિકિટ મુસ્લિમને અને પી નહી, ત્યારે હનીફ બાવા પડેયારને તમામ સમાજો અહીં થી ચૂંટીને ગાંધીનગર મોકલો તો બંને પાર્ટીઓને ખબર પડી જાય કે હવે લોકો મુર્ખ બને એમ નથી. આનાથી નઇ ભાજપની સતા જાય કે નહી કોંગ્રેસનું કાંઇ જાય પણ બંનેને ખબર પડશે કે લોકોને મુર્ખ બનાવવું ભારે પડી શકે છે. જે તે વખતે રાજ્યભરમાં હલચલ મચાવનાર નલિયા કાંડ વખતે બેટી બચાવો યાત્ર વખતે ભાજપ કાર્યકરો દ્વારા હૂમલો કરાયો હતો તેની યાદ અપાવીને ચાબખા માર્યા હતા.

ત્યાર બાદ પ્રજા શક્તિ પાર્ટીના પાંચ મુદા પંચામૃતની તેઓએ વાત કરી હતી. જેમાં વર્ષે 12 લાખ સુધી આવક ધરાવતા તમામ પરિવારના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણતર ફ્રી, આરોગ્યનો 12 લાખનો વાર્ષીક વિમો, ખેડુતને વીજળી-પાણી ફ્રી, 100 યુનીટ સુધી વીજળી બીલ ફ્રી જેવા મુદાઓ જણાવીને કહ્યુ કે આ તો હજી ટ્રેલર છે. પીકચર તો 2022 માં આવશે. ત્યાર બાદ અપક્ષ ઉમેદવારને છેલ્લે સુધી તેઓ સમર્થન આપી જીતાડશે અને જીત્યા પછી પણ ટેકો કરશે તેવું જણાવી લોકોને અપક્ષ ઉમેદવાર હનીફ પડેયારના સમર્થનમાં વધુમાં વધુ મતદાન કરી , જીતાડીને ગાંધીનગર મોકલવા જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.