બહૂજન મુક્તિ પાર્ટી લકો વચ્ચે સંવિધાનની વાત લઇને કરી રહી છે અબડાસા મત વિસ્તારના ગામડે-ગામડે પ્રચાર

460

ભુજ : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારો હાલ ચાલુ છે. તમામ પાર્ટીઓ કોઈ જ્ઞતિ સમીકરણ તો કોઇ વિકાસની, તો કોઈક પ્રજા દ્રોહની વાત લઇ લોકો વચ્ચે પ્રચાર કરી રહી છે. તે વચ્ચે બહુજન મુક્તી પાર્ટીના ઉમેદવાર યાકુબ મુતવા બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની વાત લઇ લોકો વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.

બહુજન મુક્તિ પાર્ટી દ્વારા આ વખતે યાકુબ મુતવાને પોતાના ઉમેદવાર તરિકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તમામ પાર્ટીઓ જ્યારે અલગ-આલગ મુદા પર પ્રચાર કરી રહીં છે. તે વચ્ચે ઉમેદવાર યાકુબ મુતવાએ જણાવ્યું કે અમે જ્ઞાતિવાદ અને ધર્મવાદના ઓઠા તળે રાજનીતિ કરવા નથી માંગતા. અમારી પાર્ટી પછાત વર્ગના લોકોના પ્રશ્નો પર ફોકસ કરે છે. SC,SC, OBC અને માઇનોરીટી વર્ગના લોકોનું તમામ પાર્ટીઓ ફક્ત વોટબેંક તરિકે ઉપયોગ કરે છે. ભાજપ હોય કે કોંગ્રેસ પછાત વર્ગને પોતાના હક્કો આપવામાં તેમજ આ વર્ગને ન્યાય અપાવવામાં આગળ આવતી નથી. સંવિધાને સમાનતાનો જે હક્ક આપ્યો છે, તે મુજબ ગરીબ હોય કે અમીર, ઉંચ-નીચનો ભેદભાવ જોયા વગર તમામ વર્ગોના કામ થાય તે અમારી પ્રાથમીકતા છે. તે સિવાય CAA જેવા ગેરબંધારણીય કાયદા અને મુસ્લિમ તથા દલિતો વિરૂદ્ધ થતા અત્યાચાર સામે અમે અવાજ ઉપાડીએ છીએ. જે આગળ પણ પછાત વર્ગના લોકો સામે થતા અન્ય અને અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉપાડી તમામ વંચિત લોકોના બંધારણીય અધિકારો માટે લડતા રહેશુ. આ જ વાત લઇ અમે લોકો વચ્ચે હાલ પ્રચાર કરી રહ્યા છીએ.

અબડાસા મત વિસ્તારના ત્રણેય તાલુકાના ગામડાઓના પ્રવાસ અમે કર્યા છે. તમામ ગામો માંથી લોકો દ્વારા અમોને આવકાર મળી રહ્યો છે. તમામ જ્ઞાતિ ધર્મના લોકો સ્વયંભુ અમારી સાથે લોક સંપર્કમાં જોડાઇ રહ્યા છે. દરેક સ્થળે જાહેર સભામાં પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. પોતાનું ચુંટણી ઘોષણા પત્ર પણ અમે સ્ટેમ્પ પેપર પર જાહેર કર્યું અને આવનારા સમયમાં અમે વંચિત લોકોને ન્યાય અને બંધારણીય અધિકારો અપાવવા લડત ચલાવતા રહેશું તેવું યાકુબ મુતવાએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.