હમીરસર તળાવના વધામણાની લાહ્યમાં ભુજ પાલિકા સત્તાધિશોએ ધુનારાજા ડેમના દરવાજા ખોલાવ્યા ?

1,420

ભુજ : સતત બે દિવસથી જિલ્લામાં સારો વરસાદ થવાથી અનેક તળાવો અને ડેમો છલકાયા છે. તળાવ ઓગનવાના પ્રસંગે કોવીડ-19 ની ગાઇડ લાઇન નો ઉલંઘન કરી સતાધિશો વધામણા પણ કરી રહ્યા છે.

ભુજના હ્રદય સમા હમીરસર તળાવ પણ ઓગનવાના આરે છે. જોકે કાલે વરસાદ ભુજમાં ઓછી તથા તળાવ ઓગન્યો ન હતો. તે વચ્ચે આજે ધુનારાજા ડેમના દરવાજા હમીરસર તળાવ ભરવા માટે ખોલાયા હોવાના સમચાર મળ્યા છે. આ સમાચાર બાદ ભુજ નગરપાલિકા ફરિ વિવાદોમાં સપડાઈ છે. ધુનારાજા ડેમના દરવાજા ખોલવા મુદે નાયબ કાર્યપાલક ઇજનેર જળસીંચાઇ વિભાગ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો પુછાણો લીધો છે. જળસીંચાઇ વિભાગે જણાવ્યું છે હમીરસર તળાવ ભરવા ધુનારાજા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જે બાબતે નગરપાલિકા દ્વારા કોઈ મંજુરી લેવામાં આવી નથી. ચીફ ઓફીસરનો સંપર્ક કરતા કોઈ પ્રત્યુતર મળ્યો નથી. જેથી આ ડેમના દરવાજા તત્કાલ બંધ કરવામાં આવે તેવો આદેશ જળસીંચાઇ વિભાગે કર્યો છે. જો ધુનારાજાના પાણીથી હમીરસર ભરવામાં આવે અને આગામી દિવસોમાં આગાહી પગલે ભારે વરસાદ થાય તો 2011 માં થયેલ તારાજી ફરી સર્જાય તેવો ભય પણ વ્યકત કર્યો છે.

વિચારવા જેવી બાબત એ છે કે જે વિભાગ હેઠળ આ ડેમ આવે છે, તે વિભાગની પૂર્વ મંજુરી વગર ભુજ નગરપાલિકા દ્વારા દરવાજા કોના કહેવાથી ખોલવામાં આવ્યા છે. હમીરસરના વધામણાની લાહ્યમાં સતાધિશોના બારો-બાર આદેશથી આ બેદરકારી ભર્યું પગલું ભરવામાં આવ્યુ છે કે શું ? એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. પ્રજામાં ઉદભવી રહેલ પ્રશ્નની તપાસ તંત્ર દ્વારા કરી અને ડેમના દરવાજા ખોલવા મુદે જવાબદારોને ખુલ્લા પાડી તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.