અંજારમાં ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાતા વધામણા કરી કોંગ્રેસનો પ્રશાસન સામે વિરોધ

344

અંજાર : શહેરમાં આવેલ રમત-ગમતના સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાતા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અંજાર શહેરમાં ડી.સી. ઓફીસ સામે ક્રીકેટ સ્ટેડિયમ આવેલું છે. શહેરના આ એકમાત્ર સ્ટેડિયમમાં દર વર્ષે પાણી ભરાવાથી આ સ્ટેડિયમ તળાવમાં ફેરવાઇ જાય છે. આ મુદે આજે કોંગ્રેસના જિલ્લા મંત્રી ગજરાજસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગી અગ્રણીઓ એ આ સ્ટેડિયમની તળાવની જેમ ઓગનવિધી કરી અંજાર નગરપાલિકાના પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ જિલ્લા મંત્રી દ્વારા જણાવાયું કે દર વર્ષે આ સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાય છે. અનેક વખત ધ્યાન દોરાયા છતાં નગરપાલિકાના શાસકો તેમજ અધિકારીઓ દ્વારા યોગ્ય કરાતું નથી. પદાધિકારીઓ પાસે તળાવની ઓગનવિધી કરવાનો સમય છે, પણ આ સ્ટેડીયમના પાણી નિકાલ કરવા સમય નથી. જેથી આજે સ્ટેડીયમની ઓગનવિધી કરી અમોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ કોવીડ-19 ની ગાઇડ લાઇન મુજબ આ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ છે. પણ હાલમાં સતાપક્ષ દ્વારા પ્રસિધ્ધી માટે આવા મેળાવડાઓ યોજી તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના નામે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો છેદ ઉડાવી કોવીડ-19 ની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ઉલંઘન થઈ રહ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.