મુન્દ્રા જેરામસર તળાવમાં ડુબવાથી યુવકનુ મૃત્યુએ તંત્રની બેદરકારી : પરિવારને વળતર આપવા કોંગ્રેસની માંગ

718

મુન્દ્રા : આજે જેરામસર તળાવના વધામણાના કાર્યક્રમ દરમ્યાન શ્રીફળ શોધવા તળાવમાં ગયેલ જાકીર હુશેન કારા નામના 23 વર્ષીય યુવકની જિંદગી ભરખાઇ જવાની દૂખદ ઘટના બની છે. આ ઘટના પગલે કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટવીટ દ્વારા તપાસની માંગ કર્યા બાદ કચ્છ કોંગ્રેસ પણ હરકતમાં આવી છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ યાદીમાં જણાવ્યું કે મુન્દ્રા જેરામસર તળાવના વધામણામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં યુવકનું ડુબી જવાથી મૃત્યુ થયાની ઘટના ખૂબજ દૂખદ છે. આવા સમયે સેફટી સાધનો અને બચાવ સટાફની ગેરહાજરી સામે કોંગ્રેસ દ્વારા સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ જાહેર પ્રતિનિધિઓ દ્વારા મહામારીના સમયમાં સસ્તી પ્રસિધ્ધી માટે જાહેરમાં મેળાવડા યોજી સોશ્યલ ડિસ્ટન્સીંગનો ખૂલ્લેઆમ ભંગ કરવા સામે પણ કોંગ્રેસે પ્રશ્ન કર્યો છે.

આજે બનેલ દૂખદ ઘટના બાબતે તપાસ કરી જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની રકમ વળતર પેટે આપવામાં આવે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.