કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું અવસાન

830

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું આજે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વાચ્છોશ્વાસમાં તકલીફ અને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આજે તેઓનું અમદાવાદ ખાતે અવસાન થયું છે. આવસાનના સમાચારથી કચ્છ જિલ્લા કોંગ્રેસ અને મહેશ્વરી સમાજને એક અનુભવી અને કદારવર આગેવાનની ખોટ પડી છે.

માધાપર ગામના નરેશ મહેશ્વરી કે જેઓએ વિદ્યાર્થી કાળથી NSUI પછી યુથ કોંગ્રેસથી લઇ કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અનેક નાની-મોટી જવાબદારી નીભાવી ચુક્યા હતા. હાલ છેલ્લે તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરિકે પણ જવાબદારી નીભાવી હતી. 2019 લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરિકે સાંસદની ચૂંટણી પણ લડ્યા હતા. સમાજમાં પણ તેઓ અનેક હોદાઓ પર જવાબદારી સ્વીકારી સમાજ સેવાના કાર્યોમાં મોટો ફાળો આપ્યો હતો. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતમાં સતત 25 વર્ષ સુધી સભ્ય તરિકે રહયા, અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ ઉપસરપંચ જેવા ગૌરવવંતા પદો પર રહી ગ્રામ્ય કક્ષાએ પણ લોકોની સેવા માટે ઉમદા કાર્ય કરેલ છે.

કોંગ્રેસ પક્ષ તેમજ મહેશ્વરી સમાજે એક કદાવર અનુભવી નેતા ગુમાવ્યા છે. નરેશ મહેશ્વરીની ખોટ સમાજ તેમજ રાજકીય આલમમાં સતત વર્તાતી રહેશે. “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ પરિવાર કચ્છના કદાવર આગેવાન નરેશ મહેશ્વરીને અશ્રુભીની શ્રદ્ધાંજલી પાઠવે છે અને આ દૂઃખની ઘડીમાં ઇશ્વર તેમના પરિવારને દૂ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે.

Get real time updates directly on you device, subscribe now.