મુંબઈ થી આવેલા બુઢારમોરાના યુવાનના સંપર્કમાં આવેલ 5 સહિત કચ્છમાં એક સાથે 6 કોરોના પોઝિટીવ કેસ

930

ભુજ : રવિવારે મુંબઈ થી અંજાર તાલુકાના બુઢારમોરા ગામે આવેલ 30 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કચ્છમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું હતું. આજે આ યુવાનના સંપર્કમાં આવેલ 6 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કચ્છની ચિંતામાં વધારો થયો છે.

અંજાર તાલુકાના બુઢારમોરા ગામે મુંબઈ કામ ધંધા માટે રહેતા 27-28 લોકો પ્રાઇવેટ બસમાં આવ્યા હતા. આ તમામ લોકોને આરોગ્ય ખાતા દ્વારા ક્વોરોનટાઇન પણ કરાયા હતા. આ લોકોમાં એક 30 વર્ષીય યુવાનને લક્ષણ બહાર આવતા તેનો રિપોર્ટ કરાવાયો હતો. આ રિપોર્ટ પોઝિટીવ આવતા, તેના સંપર્કમાં આવેલ સહ પ્રવાસીઓના રિપોર્ટ કરાવાતા આજે 5 લોકોનો કરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો પોલીસે ગાંજાના કેસમાં પકડેલ મેઘપર બોરીચીના એક આરોપીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આજે કુલ્લ 6 કેસ નોંધાયા છે. આ છ લોકો પૈકી 5 બુઢારમોરા અને એક મેઘપર બોરીચીનો છે. આ છ એ છ લોકો અત્યારે ઇન્સીટ્યુશનલ ક્વોરોનટાઇનમાં હતા. હવે તેઓને કોવીડ-19 હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

એક સમયે ગ્રીન ઝોન કહેવાતો કચ્છ જિલ્લામાં આજે રેડ ઝોનમાંથી આવેલ લોકોના કારણે હાલ 8 એક્ટીવ કે નોંધાઇ ચૂક્યા છે. અચાનક એક સાથે 6 કેસ કચ્છમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગઇ કાલે મોકલેલ 61 પૈકી 55 રિપોર્ટ નેગેટીવ અને 6 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.