કચ્છમાં કોરોનાનો કહેર : એક સાથે 14 પોઝિટીવ કેસ નોંધાયા

450

ભુજ : કચ્છમાં જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવતા લોકોના આવવાથી જે દહેશત વ્યકત કરાઇ રહી હતી, તે સાચી ઠરી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આજે ફરિ એક જ દિવસમાં એક સાથે 14 કોરોના વાયરસના કેસ કચ્છમાં નોંધાયા છે.

જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ ભચાઉ તાલુકામાં 8, માંડવી તાલુકામાં 2 અને અબડાસામાં 4 મળીને કુલ્લ 14 કેસ નોંધાયા છે. જેમાં ભચાઉ તાલુકાના જુના કટારીયામાં 33 વર્ષીય યુવાન, સામખીયારીમાં 41 વર્ષીય યુવાન, ખારોઇમાં 20 વર્ષીય યુવાન, આધોઇમાં 30 વર્ષીય યુવાન અને 40 વર્ષીય મહિલા, વોંધના 45 વર્ષીય પુરૂષ, ગરાણાના 25 વર્ષીય યુવાન અને 59 વર્ષીય અધેડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અબડાસા તાલુકાના નલીયાના 26 વર્ષીય યુવાન અને 26 વર્ષીય યુવતી, કોઠારાના 46 વર્ષીય પુરૂષ અને 44 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. માંડવી તાલુકાના કોડાય ગામે 30 વર્ષીય યુવક અને મસ્કા ગામના 59 વર્ષીય અધેડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી કચ્છ બહાર અને મુંબઈની છે.

કચ્છમાં લોકડાઉન 2 પછી મુંબઈ તેમજ અન્ય વિસ્તારમાંથી લોકો આવતા કચ્છમાં કેસ વધવાની દહેશત હતી. આ વાત હવે સાચી થઇ રહી હોય તેવું દેખાઇ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.