મુંબઈ થી આવેલ અંજાર તાલુકાના બુઢારમોરાનો યુવાન કોરોના પોઝિટીવ
ભુજ : મુંબઈ થી કચ્છ આવેલા અંજારના બુઢારમોરા ગામના યુવાનનો કોરીના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કચ્છમાં મુંબઈ થી આવેલા વ્યક્તિઓમાં આ ત્રીજો પોઝિટીવ કેસ આવ્યો છે.
કચ્છમાં મુંબઈ થી વતન મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આજે અંજાર તાલુકાના બુઢારમોરા ગામના 30 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ યુવક ગત 6 તારીખે બસ મારફતે મુંબઈ થી કચ્છ આવેલ છે. આ યુવકને આરોગ્ય વિભાગ દ્વારા 14 દિવસ ક્વોરોનટાઇન કરવાંમાં આવ્યો હતો. જો કે ગઇ કાલે તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાતા આ યુવકને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોરોના ટેસ્ટ કરવા યુવકનો કોરોનાનો સેમ્પલ લેવાયો હતો. જેનો આજે રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મુંબઈ થી આવેલા મુન્દ્રાના ક્રૂમેમ્બર, ભુજની તબીબ યુવતી અને આજે બુઢારમોરા ગામના યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવેલ છે જે કચ્છ માટે ચિંતા જનક છે.
યુવક સાથે બસમાં પણ 18 થી 20 જણા સાથે આવ્યા હોવાનું જાણવા મળેલ છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ત્યા જઇ અને તેના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ટ્રેસ કરી ક્વોરોનટાઇન કરવાની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે.