કચ્છ માંથી ગઇ કાલે મોકલેલ 63 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : મુંબઈ થી મુન્દ્રા આવેલ ક્રુમેમ્બરનો પ્રથમ રિપોર્ટ નેગેટિવ
ભુજ : ગઇ કાલે કચ્છ માંથી આરોગ્ય વિભાગ દ્વારા 63 જેટલા સેમ્પલ લેબમાં ટેસ્ટીંગ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેમાં મુંબઈ થી મુન્દ્રા આવેલ ક્રૂમેમ્બરના રિપોર્ટ નો પણ સમાવેશ છે.
ગઇ કાલે આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ માંથી 63 જેટલા લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં મુન્દ્રાના 26, અંજારના 13, રાપરના 12, ભુજના 3, ગાંધીધામ ના 4 અને જી.કે. માંથી 5 મળીને કુલ્લ 63 સેમ્પલ લેવાયા હતા. જેમાં મુંબઈ થી મુન્દ્રા આવેલ કોરોના પોઝિટીવ દર્દી ક્રૂમેમ્બરનો સેમ્પલ પણ મોકલાયો હતો. આ તમામ 63 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કચ્છમાં એકમાત્ર એક્ટીવ કેસ એવા ક્રૂમેમ્બરનો પણ પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતના શ્વાસ લીધા છે.
મુંબઈ થી મુન્દ્રા આવેલ આ ક્રૂમેમ્બરનો બીજો સેમ્પલ ટેસ્ટ મોકલવામાં આવશે. જો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવશે તો કચ્છમાં એકમાત્ર એક્ટીવ કેસ પણ કોરોના મુક્ત થઇ જશે.