કચ્છમાં લોક ડાઉન દરમ્યાન પ્રજાહિતના મહત્વના મુદે તકેદારી રાખવા જિલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને તાકીદ

520

ભુજ : કોરોના (કોવીડ-19) જેવી મહામારીને ડામવા સરકારે 21 દીવસ લોક ડાઉન જાહેર કર્યું છે. આ દરમ્યાન પ્રજાહિતના કેટલાક મુદાઓ પર પ્રકાશ પાડી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કલેકટર કચ્છને પત્ર લખી તાકેદારી રાખવા સૂચનો કરાયા છે.

જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલ સૂચનો

-આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન દવા છંટકાવની ઝુંબેશ સઘન બનાવવી જોઈએ, હાલ આ દવાની કચ્છમાં કમી હોવાથી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવો, ખાસ કરીને વસ્તી ગીચતા તથા શહેરી વિસ્તારોમાં વધુ વસ્તી વાળા ગામોમાં સેનેટાઇઝેશન કરવું.

-સરકાર દ્વારા 1 એપ્રીલથી રાશનકીટ વીતરણ કરાશે ત્યારે હાલ આઠ દિવસથી લોકો ધંધા રોજગાર વિહોણા છે તેમને રાશનકીટ અથવા કેશડોલ્સની વ્યવસ્થા કરવામાં આવે, ઉપરાંત વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવવી જોઈએ.

-મોટી વસ્તી ધરાવતા ગામોમાં વિજ વિક્ષેપ ન થાય તેની કાળજી રાખવી, શક્ય હોય તો માર્ચ-એપ્રિલનો લાઇટ બીલ માફ કરવા સરકારમાં દરખાસ્ત કરવી જોઇએ.

-હાલે વાતાવરણમાં ભેજ વધુ હોવાથી સંક્રમણ અટકાવવા દવાનો છંટકાવ કરવો જોઇએ.

-ઉદ્યોગ જૂથોમાં કામ કરતા અસંગઠિત ક્ષેત્રના મજુરો તથા નાના ઉદ્યોગના કામદારોને લોક ડાઉન દરમ્યાનનો વેતન ચુકવવામાં આવે.

-શાકભાજી તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિમતો તકનો લાભ લઇ વધારાઇ રહી છે જેની બીન સરકારી એજન્સી દ્વારા યોગ્ય તપાસ કરાવવી જોઇએ.

-વિદેશથી પરત કચ્છ આવેલા પ્રવાસીઓના ઘરની આરોગ્ય ખાતા દ્વારા રૂટીન મુલાકાત લેવામાં આવે અને તેમના પરિવારની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવે.

-લોક ડાઉન પહેલા સામાજિક કે આકસ્મીક પ્રસંગે જનાર પ્રવાસીઓ અટવાઈ ગયેલ હોય તેવા કિસ્સામાં જેતે ક્ષેત્રની પોલીસ સાથે સંકલન કરી જરૂરી પરવાનગીઓ આપવામાં આવે.

ઉપરાંત આ મહામારીમાં કચ્છની પ્રજાને મદદરૂપ થવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરેલ છે. જેના હેલ્પલાઇન 02832-221858 તથા 98250 82280 નંબર પર સૂચનો મેળવવાનું શરુ કરાયું હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.