લોક ડાઉન દરમ્યાન આવશ્યક વસ્તુઓ માટે તંત્રએ હેલ્પલાઇન જાહેર કરી

528

ભુજ : નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ના ફેલાવાને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનના સમય દરમ્યાન જાહેર જનતાને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓને પુરવઠો સતત મળી રહે એવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બાબતે જાહેર જનતાને કોઇ મુશ્કેલી કે ફરિયાદ હોય તો તેમજ મેડિકલ સુવિધા અંગેની કોઇ મુશ્કેલી હોય તો વહીવટી તંત્રના કન્ટ્રોલરૂમના નંબર ૦૨૮૩૨-૧૦૭૭ પર ફોન કરીને મદદ મેળવી શકાશે. તેમજ આપની આસપાસ સરકાર દ્વારા જાહેર કરાએલ જાહેરનામાનો જો કોઇ ભંગ કરતું હોય તો તે અંગે, પણ આ નંબર પર ફરિયાદ કે જાણ કરી શકો છો એમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

આ ઉપરાંત કોરોના વાયરસને લગતી જાણકારી જેવી કે આપના ગામમાં, શેરીમાં, સોસાયટીમાં, મહોલ્લામાં બહારથી આવેલા લોકોને જો કોઇ શંકાસ્પદ લક્ષણો જણાય તો જિલ્લા આરોગ્ય તંત્રના કન્ટ્રોલ રૂમના ફોન નં.૦૨૮૩૨-૨૫૨૨૦૭ પર આપી શકાશે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા જેની તપાસણી કરાવી શકાય.

Get real time updates directly on you device, subscribe now.