કોરોના અપડેટ : ગઇ કાલના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટિવ આવતા અત્યાર સુધી કચ્છમાં પોઝિટીવ કેસની સંખ્યા 1

1,160

ભુજ : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૨૧૬૦ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૨૯૨૬૫ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.

જેમાંથી ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ગઇકાલે ૧ શંકાસ્પદ કેસ હતો જેનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યો છે. હાલમાં ૧ કેસ પોઝીટીવ છે. આમ અત્યાર સુધીમાં કુલ ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે.

કોરોના વાયરસ હેઠળ કચ્છમાં કુલ ૨૧૪૪ લોકોને કવોરોન્ટાઇન કરાયા

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૨૧૪૪ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.

બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૫૦૫ જેટલા વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૨૧૪૪ માંથી ૨૦૮૮ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૭ શંકાસ્પદ વ્યકિતઓમાંથી ૧૫ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૨ દર્દી એડમીટ છે. જિલ્લામાં કુલ ૧૮૩૪ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં ૫૬ વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલ અને ૨૦ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે.

Get real time updates directly on you device, subscribe now.