કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી

539

ભુજ : કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી માંથી સમગ્ર વિશ્વ સાથે આપણો ભારત દેશ પસાર થઇ રહ્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર લખપત તાલુકામાં બરંદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં ડોક્ટર તેમજ સટાફ ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે.

આ મુદે બરંદા જુથ ગ્રામ પંચાયત દ્વારા કલેકટર કચ્છ તેમજ સંબંધિત સરકારી વિભાગોને રજૂઆત કરવામાં આવી છે. કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી ફેલાઇ રહી છે, તે વચ્ચે બરંદામાં આવેલ PHC સેન્ટર જેમાં 32 ગામોનો સમાવેશ થાય છે, તેમાં ડોકટર અને સ્ટાફ હાજર નથી. આસપાસમાં કયાંય અન્ય હોસ્પિટલ પણ નથી. આવી કપરી પરીસ્થિતિમાં ડોકટર તેમજ અન્ય સટાફને તાત્કાલિક ત્યાં હાજર કરવા રજૂઆતમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ લખપત તાલુકામાંથી આવેલ છે. ત્યારે આ પ્રકારની બેદરકારી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ મુદે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેઓ કોઈ અગત્યની મીટીંગમાં હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી.

આ પ્રકારની સમસ્યા હોય તો સંપર્ક કરો

આ મુદે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ અપીલ કરી છે કે અમુક અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા અનિયમિત હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની સમસ્યા કચ્છના કોઈ પણ તાલુકા કે ગામમાં હોય તો હિતરક્ષક સમિતિના હોદેદારોને જાણ કરવામાં આવે, જેથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો ધ્યાન દોરી શકાય. આ માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ પોતાના હોદેદારોના નામ નંબર જાહેર કર્યા છે. જે નીચે મુજબ છે.

પઢીયાર આધમ (ઉપપ્રમુખ) 9825687406, સતાર માંજોઠી(મહામંત્રી) 70165 46822, ઝકરીયા સાટી (ઉપપ્રમુખ) 9825430887, સુલતાન સોઢા(મહામંત્રી) 98797 00302, અબ્દુલ રાયમા (મહામંત્રી) 99255 74694, ગુલામહુસેન બારાચ(મંત્રી) 98250 40136.

Get real time updates directly on you device, subscribe now.