મુખ્યમંત્રી રૂપાણીના શરણાર્થી વાળા નિવેદનને લઇને કચ્છ મહેશ્વરી સમાજમાં રોષ

958

ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની સભામાં મહેશ્વરી મેઘવાળ સમાજને શરણાર્થી કહ્યા હોવાનો વિડીયો થોડા સમય પહેલાં વાયરલ થયેલ, જેને લઇને કચ્છ મહેશ્વરી સમાજમાં રોષ ફેલાયો હતો. આ મુદે કચ્છના માંડવીમાં મહેશ્વરી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો હતો. તેમજ ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા.

ફરી ગઇ કાલે આ મુદે નખત્રાણા તાલુકાના મહેશ્વરી સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે મહેશ્વરી સમાજ મુળ કચ્છનો જ છે જેના ઐતિહાસીક પુરાવા પણ છે. રાજાશાહીમાં મહેશ્વરી સમાજના ધર્મગુરૂ દ્વારા કચ્છના રાજાને રાજ તીલક કરવામાં આવતો જે સમાજની ઐતિહાસીક ઓળખ છે. કચ્છમાં સૌથી વધુ શરણાર્થી સીંધી સમાજ અને ત્યારબાદ સોઢા સમાજ, અને છેલ્લે મહેશ્વરી સમાજ છે. ત્યારે ઐતિહાસીક ઓળખ ધરાવતા ફકત મહેશ્વરી સમાજ માટે મુખ્યમંત્રી આ પ્રકારે ઉચ્ચારણો કરતા સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે.

માટે આ મુદે ખૂદ મુખ્યમંત્રી અથવા CMO દ્વારા લેખિત ખુલ્લાસો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો આ મુદે ઘટતું નહીં થાય તો આવનારા સમયમાં જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેકટરને આવેદન આપતી વખતે નરેશ મહેશ્વરી, લાલજીભાઈ કટુવા, જખુંભાઈ મહેશ્વરી, મયુરભાઈ બડીયા, લખન ધુવા, જેઠાલાલ ધૂળિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.