રિન્યુ પાવર કંપનીએ હટડી નદીમાં 65 જેટલા વીજપોલ લગાડ્યાનું તંત્રએ સ્વિકાર્યું : હટાવવાનો આદેશ કયારે ?

362

મુન્દ્રા : તાલુકાના હટડી ગામમાં રિન્યુ પાવર નામની કંપનીએ દ્વારા આ વિસ્તારમાં પવનચક્કી ઉભી કરવામાં આવી હતી અને તેના વીજ પરિવહન કરવા માટે વીજ લાઇન પસાર કરવામાં આવી હતી. જે હટડી ગામની નદી અને ચેકડેમમાંથી પસાર થયેલ હતી જેને લઇને હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજા કલેકટરને ગત ઓગષ્ટ માસમાં લેખિત રજૂઆત કરી હતી જેને લઇને કલેકટર દ્વારા પ્રાંત અધિકારી મુન્દ્રાને નિયમોનુસર કાર્યવાહી કરવાનું જણાવેલ હતું અને પ્રાંત અધિકારીએ આ બાબતે મુન્દ્રા મામલતદારને તપાસ કરવાનો ઓર્ડર કરેલો હતો.

આમ કલેકટરના ઓર્ડર અને પ્રાંત અધિકારીના ઓર્ડરને અંતે મુન્દ્રા મામલતદાર કચેરી નીંદરમાંથી ઊઠવાની ફરજ પડી હતી અને ગઇકાલે તા. 7 જાન્યુઆરીના રોજ પંચનામું કરવાની ફરજ પડી હતી સર્કલ ઓફિસર દ્વારા સ્થાનિક 2 પંચો અને અરજદારની હાજરીમાં આજે પંચનામુ કરવામાં આવ્યું હતું, જેમાં સર્કલ અધિકારી દ્વારા સ્થાનિક પંચનામા લખવામાં આવેલું છે કે રિન્યુ પાવર કંપની દ્વારા હટડી નદીમાં 65 જેટલા થાંભલા ઉભા કરવામાં આવેલા છે. આમ હટડીના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજા કલેકટરને લખેલી અરજીમાં જણાવ્યું હતું કે રીન્યુ પાવર કંપનીએ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે પાણીના વહેણની બાજુમાં વીજપોલ જોખમી બાંધકામ કરી શકાય નહીં તેનો ભંગ કર્યો છે તે આ પંચનામા પરથી સાબિત થાય છે. હવે જોવાનું એ રહ્યું કે કંપની દોષિત છે પણ સરકારી અધિકારીઓ થાંભલાઓ ખસેડી લેવા માટેની નોટિસ ક્યારે બજાવે છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી નીતિ રાખે છે.

Get real time updates directly on you device, subscribe now.