કચ્છના જખૌ નજીકથી પાકીસ્તાની બોટમાંથી કરોડોની કિમતના ડ્રગ્સ સાથે 5 પાકીસ્તાનની ડ્રગ્સ માફીયા ઝડપાયા

939

ભુજ : જખૌ નજીકથી પાકીસ્તાની બોટમાંથી કરોડોની કિમતના ડ્રગસના 35 જેટલા પેકેટ સાથે 5 પાકીસ્તાની ડ્રગ્સ માફીયાઓ ઝડપાયા છે. આ ઓપરેશન કચ્છ પોલીસ તેમજ ભારતીય કોસ્ટગાર્ડ  અને ગુજરાત ATS દ્વારા  પાર પાડવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ વહેલી સવારે મધ દરીયેથી પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. જેમાંથી 35 જેટલા ડ્રગ્સના પેકેટ સાથે 5 પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓને ઝડપી લીધા છે. કરોડો રૂપિયાના આ ડ્રગસને પાકિસ્તાની સીમા થી ભારતમાં ઘુસાડવાનો નાપાક કારસો હોવાની બાતમી મળી હતી. અગાઉ પણ કચ્છમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયો છે.

ત્યારે કચ્છ પોલીસ અને ATS ને આ દિશામાં મોટી સફળતા મળી છે. આ બાબતે આગળ તપાસ ચાલુ છે. તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.

Get real time updates directly on you device, subscribe now.