કુરબઇમાં પવનચક્કીની કંપનીઓ દ્વારા ખનીજ ચોરી, ગૌચર દબાણ મુદે ગ્રામજનોના કલેકટર કચેરી સામે ધરણા

933

ભુજ : તાલુકાના કુરબઇ ગામે આવેલ 250 એકર આ ગૌચર જમીન પર આડેધડ પવનચક્કી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે કુરબઇના ગ્રામજનોએ કલેકટર કચેરી સામે ધરણા યોજી આવેદનપત્ર આપ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગૌચર જમીનમાં આડેધડ વીજ લાઇનો પસાર કરવામાં આવી છે. જેમાં સરપંચ દ્વારા કંપનીને ઠરાવ કરી આપવામાં આવ્યો છે, તેમાં કંપનીઓ સાથે મીલીભગત કરી ખોટી સહીઓ સાથે રેકર્ડમાં ચેડા કરવામાં આવ્યા છે. ગામના સરપંચ ગૌચર બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. પંચાયત અધિનિયમની કલમો મુજબ સરપંચ દ્વારા દબાણ દુર કરવાનુ થાય છે, તે કલમ મુજબ આ કુરબઇનું પ્રકરણ સુસંગત છે. જેથી ગૌચર બચાવવા નિષ્ફળ નિવડેલા સરપંચ વિરૂદ્ધ પંચાયત અધિનિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. પવનચક્કીઓના નિર્માણ માટે ગૌચર જમીન ખોદી તેમાંથી કપચી, મેટલ, મોરમ વગેરે ખનીજોની ચોરી સરપંચ અને કંપનીઓની મીલીભગતથી કરવામાં આવી રહી છે. આ કામે રોયલ્ટી સરકારમાં જમા ન કરાવી અને રોયલ્ટી ચોરીનો ગુનો કરી ભ્રષ્ટાચાર આચરાઇ રહયો છે તે મુદે પણ સરપંચ તેમજ જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ ધરણા કાર્યક્રમમાં કુરબઇ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન તેમજ કુરબઇના ગ્રામજનો સાથે સામાજિક કાર્યકર એચ. એસ. આહિર, કોંગ્રેસના ધીરજ ગરવા અને હિંદુસ્તાન નિર્માણ દળના પ્રજ્ઞેશ ચોથાણી જોડાય હતા. જો 15 દિવસમાં તંત્ર યોગ્ય નહીં કરે તો ખુદ ગ્રામજનો આ દબાણ દુર કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

Get real time updates directly on you device, subscribe now.