ઢોરી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ જણા ઝડપાયા

2,114

ભુજ : તાલુકાના ઢોરી ગામે મુબારક હાજી સમેજા, રહે. સમેજાવાસ, નવાવાસ, ઢોરી ના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવા બાબતે સચોટ બાતમી મળતા બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટરની આગેવાનીમાં પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી હતી.

રેઇડ કરતાં ત્યાં મુબારક હાજી સમેજા, દામજી રાણાભાઇ ગાગલ, ત્રિકમ ગોપાલભાઈ ગાગલ, ભગુ પાંચાભાઇ ચાડ, ભીમજી દયારામ કાપડી, શંભુ રાણા ગાગલ તમામ રહે. ઢોરી વાળા જુગાર રમતા ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 10,600 જપ્ત કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ રેઇડમાં બી ડિવિઝન પોલીસના પી. આઇ. વી. કે. ખાંટ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર કુશવાહા, નરેન્દ્ર આર. ધરડા, કોન્સ્ટેબલ નરેશગીરી ગોસ્વામી, શક્તિસિંહ જાડેજા, ધરમેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.