ભુજના બે કુખ્યાત બુટલેગરો વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરી અમદાવાદ અને સુરત જેલમાં ધકેલાયા

2,063

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસે અગાઉ ભુજના બે શખ્સો વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આજે ફરી ભુજના ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા અને હાર્દિક ઉમેશગર ગોસ્વામી રહે. બંને ભુજ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે.

પશ્ચિમ કચ્છ LCB ની પ્રેસનોટમાં જણાવાયું છે કે આ બંને યુવકો અવારનવાર દારૂ વહેંચતા હોવાના કેસમાં પકડાયેલ છે. બંને આરોપીઓ વિરુધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનો નોંધેલા છે. આ ગુનામાં બંને આરોપીઓ જામીન મુક્ત થઈ આ ગેર પ્રવૃતિ ચાલુ રાખેલ છે. માટે નજીકના ભવિષ્યમાં યુવાધનને દારૂના દુષણમાં ધકેલી, આમ જનતાને દારૂના દુષણની લત લગાડી પાયમાલી તરફ ધકેલી કાયદો વ્યવસ્થાને બાધારૂપ થાય તેવી પુરે પુરી શકયતા હોવાના કારણે આ બંને બુટલેગર વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત કલેકટર દ્વારા મંજુર કરાતા બંને આરોપીઓને અમદાવાદ અને સુરત મોકલવામાં આવ્યા છે. આવનારા સમયમાં કાયદો વ્યવસ્થાને પડકાર રૂપ થતા ઇસમો વિરૂદ્ધ આ કાર્યવાહી ચાલુ રહેશે તેવું પ્રેસનોટમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.