સુખપર થી મોચીરાઇ જતા રોડ પર વાડી પર ચાલતી દારૂની મહેફીલ માણતા આઠ જણા ઝડપાયા

1,672

ભુજ : પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓની સુચના મુજબ ગુજરાતમાં દારૂબંધી ની નેશનાબુત કરવાની સુચના મુજબ તથા જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણા નાઓની સુચનામુજબ આજરોજ તા-૨૩/૧૧/૧૮ માનકુવા પો.સ્ટે.ના એ. એસ. આઇ. તખતસિંહ એસ વાઘેલા નાઓને મળેલ ભરોસા પાત્ર સચોટ બાતમી આધારે સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનથી સુખપર થી મોચીરાઇ જતા રોડ પર આવેલ દેવશી પટેલ ની વાડી પર ચાલતી દારૂની મહેફીલની પાર્ટિ બાબતે ખરાઇ કરતા હકીકત સાચી જણાતા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેવશી પટેલ ની વાડી પર ઓરડીના બહારના ભાગે ઓટલા ઉપર ૧.હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૩૫ રહે મુળ-વિઝાણ તા-અબડાસા હાલે રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૨.દેવેન્દ્ર કલ્યાણભાઇ બારોટ ઉ.વ.૨૮ રહે-જુનાવાસ સુખપર તા-ભુજ વાળો તથા ૩.કિશોર નારણભાઇ પિંડોરીયા(પટેલ) ઉ.વ.૨૧ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૪. નીતીન મનજીભાઇ ગોરસિંયા ઉ.વ.૪૫ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૫.ભાવીન જયંતીગર ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જીયાપર તા-નખત્રાણા વાળો તથા ૬.રમેશ લાલજી વરસાણી(પટેલ) ઉ.વ.૨૯ રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૭.ભુપેન્દ્ર ભોજપુરી ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૮.હિરેન મુળજી સોની ઉ.વ.૨૪ રહે-માંગવાળ તા.નખત્રાણા વાળો તથા ૯.દેવસી પટેલ રહે-સુખપર તા.ભુજ કે જે વાડી માલીક હાજર નહી મળી આવેલ અને ઉપરોકત આરોપીઓ નંબર ૦૧ થી ૦૮ સુધીનાઓના કબ્જામાંથી અલગ-અલગ મળી મુદામાલ બોટલ નંગ-૦૪ તથા એક અડધી તથા મોબાઇ નંગ-૦૮ તથા વાહન બે મોપેડ તથા એક સ્વિફટ કાર એમ મળી કુલ કિમત રૂપીયા-૪,૯૨,૦૦૦/- ના મુદામાલ સાથે મહેફીલ માણતી ચાલુ હાલતમાં મળી આવેલ અને માનકુવા પો.સ્ટે. ધોરણસર ની કાર્યાવાહી હાથ ધરવામાં આવેલ છે

Get real time updates directly on you device, subscribe now.