મુંદરા તાલુકાના છસરા ગામની સીમમાં દેશી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

1,292

મુંદરા : કચ્છ જીલ્લામાં અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા એલ.સી.બી. સ્‍ટાફના સભ્‍યો મુંદરા તાલુકામાં વિસ્‍તારના ગામડાઓમાં આજરોજ તા.ર૬/૧૧/૧૮ ના રોજ પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ દરમિયાન મુંદરા તાલુકાના છસરા ગામના પાટીયા પાસે આવતા મળેલ બાતમીના આધારે છસરા ગામની એક વાડી પર ખેત મજુરીકામ કરતાં બાબુ દેવા કોલી,ઉ.વ.૩૬, રહે. છસરા, તા. મુંદરા વાળાના કબજામાંથી એક ગેરકાયદેસરની હાથ બનાવટની સીંગલ બેરલ દેશી બંદુક કી.રુ.૧૦૦૦/- ની મળી આવેલ હોય જેથી મજકુર બાબુ દેવા કોલી ને આ દેશી બંદુક બાબતે લાયસન્સ અથવા કોઇ સરકારી આધારો હોય તો બતાવવા જણાવતાં તેની પાસે બંદુક બાબતેના કોઇ આધાર કે લાયસન્સ ન હોવાનુ જણાવતાં મજકુર આરોપી બાબુ દેવા કોલી, ઉ.વ.૩૬, રહે. છસરા,તા.મુંદરા વાળાને કાયદેસર અટક કરેલ અને આ બાબતે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે જેની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ, પશ્ચિમ કચ્‍છ-ભુજએ સંભાળેલ છે.

Get real time updates directly on you device, subscribe now.