સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર પર હુમલો કરનાર વિરુદ્ધ FIR

896

ભુજ : સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં ચાલી રહેલ ગેરરીતિઓ વિરૂદ્ધ લખનાર પત્રકાર પર હુમલાની ઘટના ગઈ કાલે બની છે. આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે આરોપી વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પત્રકાર હારૂન તોગાજી નોડે રહે. માધાપર વાળાએ સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થઈ રહેલ ગેરરીતિઓ બાબતે ન્યુઝ પોર્ટલમાં પ્રેસનોટ છાપેલ. તે બાબતે આરોપી તૈયબ રાયબ નોડે રહે. દધ્ધર (બન્ની) વાળાએ ભુજના દાદુપીર રોડ પર આવેલ ચાયની હોટલ પર ફરિયાદી પાસે જઈ ઉશ્કેરાઈ અને કહેલ કે તું અમારી ડેરી વિરૂદ્ધ કેમ લખશ તેવું કહી અને ગાડો ભાંડી ફરિયાદી પર હુમલો કરી ખભાના ભાગે ઇજા પહોચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે આરોપી તૈયબ રાયબ નોડે વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.