મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુથ અથડામણ : 6 જણાના સ્થળ પર મર્ડર

4,011

મુન્દ્રા : તાલુકાના છસરા ગામે જુથ અથડામણ થતા છ લોકોના મૃત્યુ થયા ચકચાર મચી જવા પામી છે. રાત્રે બે જુથ વચ્ચે અથડામણ થઈ છે જેમા એક જુથના ચાર અને એક જુથના બે એમ છ લોકોના મર્ડર થયા છે. ગામના સરપંચ પરિવાર તેમજ સામે અન્ય જુથ સામે અથડામણ સર્જાઈ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ ઘટના સ્થળ પર પહોચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને બનાવની તપાસ શરૂ કરી દીધેલ છે. વધુમાં પરિસ્થિતિ પર કાબુ મેળવવા એસ.આર.પીના જવાનો પણ બોલાવી લેવાયા હોવાનું જાણવા મળેલ છે. કચ્છના નાનકડા ગામમાં આ પ્રકારની અથડામણ કે જેમાં છ લોકોના મર્ડર થયાની ઘટનાથી સમગ્ર ગુજરાત ભરમાં હાહાકાર મચી ગયો છે. આ અથડામણ આહિર અને મુસ્લિમ જુથ વચ્ચે થઈ હોવાનું જાણવા મળેલ છે. ઘટનામાં મૃતકોમાં એક જુથના મગન મ્યાજર આહિર (ઉ.વ.27), ભરત મ્યાજર આહિર (ઉ.વ.28), ભાર્ગવ પચાણ આહિર (ઉ.વ.26), ચેતન નારણ આહિર (ઉ.વ.38) તો બીજા જુથે આમદ અબ્દુલ બુલિયા (ઉ.વ.70) આબિદ અબ્બર બુલિયા (ઉ.વ.25)ના નામો જાણવા મળેલ છે.આ અથડામણ પાછળ કયો કારણ જવાબદાર છે તે આ બનાવ બાબતે આગળની પોલીસ તપાસ પરથી બહાર આવશે.

Get real time updates directly on you device, subscribe now.