આજ થી શરૂ થતી ભાજપની એકતા યાત્રાએ તેમની અંતીમ યાત્રા : કોંગ્રેસ

657

ગાંધીધામ : સ્ટેચ્યુ ઓફ યુનીટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જે એકતા યાત્રા બીજેપી કાઢવા જઇ રહી છે તે રાજકીય લાભ ખાટવા માટેનો સરદાર વલ્લભભાઈ પટેલના નામે નાટક કરી રહેલ હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ કર્યો છે. એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે જયારે ભાજપને તકલીફ પડે છે ત્યારે નવા નવા ગતકડા અને યાત્રા કાઢી લોકોને મુર્ખ બનાવી રહેલ ભાજપને લોકો હવે સારી રીતે ઓળખી ગયા છે. માટે આ એકતા યાત્રા ભાજપની અંતીમ યાત્રા બની રહેશે. ભાજપે યાત્રા કાઢી અને લોખંડ ઉગરાવ્યો હતો તે લોખંડ પ્રતિમામાં વપરાણો કે બીજે ઘર કરી ગયો તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમજ મેક ઇન ઇન્ડિયાનો નારો લગાવનારાએ આ પ્રતિમાનું કામ ચાઇનીઝ કંપની પાસેથી કરાવ્યું છે. આજ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારોને ગોળીઓ મારી અને બહેનો પર લાઠીચાર્જ કરી પાટીદારો પર અત્યાચાર કર્યો છે. જે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પ્રમુખ હતા અને કોંગ્રેસની પોલીસી પસંદ કરતા તે જ સરદાર વલ્લભભાઈ પટેલના નામે લોકોને મુર્ખ બનાવવા નીકળ્યા છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરતોની ખાઇ ખોદી ગંગા જમુનાની તહેઝીબ ધરાવતા આ દેશની છબીને ખરડવાની રાજનીતિ કરનાર પાર્ટી હવે એકતા યાત્રાના નામે પ્રજાને મુર્ખ બનાવી રહી છે. આ સરકારથી તમામ વર્ગો નારાજ છે અને કંઈ પણ કામ કર્યું નથી, તમામ વાયદાઓ ખોટા સાબિત થયા છે ત્યારે પ્રજાનું ધ્યાન ખેંચવા નવા ગતકડા કરી રહયા હોવાનું કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.