કચ્છી મુસ્લિમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેરા મધ્યે મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલા ઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

765

કચ્છી મુસ્લિમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના કેરા મધ્યે આજ રોજે મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલા ઓનો સન્માન નો પ્રોગ્રામ રાખવામાં આવેલ. પ્રોગ્રામ ની શરૂઆત તિલાવતે કુરાન થી શીનુગ્રા ના સૈયદ કાસમ શા અભામિયા કરાવી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ ના મંત્રી મોગલ અબ્દુલ બેગ પ્રસંસિક પ્રવચન કર્યું હતું. ધોરણ ૩ થી ૧૨ ગુજરાતી મિડિયમ અને ધોરણ ૧ થી ૧૨ અંગ્રેજી મીડિયમ ના વિદ્યાર્થી ઓ નું ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ માં પધારેલ કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા (અબડાસા), આદમ ભાઈ ચાકી, સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ ઇબ્રાહિમ ભાઈ હાલેપોત્રા,સુન્ની.મુ.હી.સ ના યુવા પ્રમુખ રમજાન ભાઈ સુમરા, જુસબ ભાઈ સરપંચ નાગિયારી વારા,કેરા જે.પી.એન્ડ એલ. એસ.હાઇસ્કુલ ના ટ્રસ્ટી વિનોદ ભાઈ પાંચાણી,કેરા HJD કોલેજના ના ચેરમેન જગદીશ ભાઈ હાલાઈ, કેરા ના સરપંચ દિનેશ ભાઈ આયડી, ઉપ સરપંચ દિનેશ ભાઈ હાલાઇ,જાડેજા સમાજ ના પ્રમુખ વિજયરાજ સિંહ હકુમત સિંહ જાડેજા, પૂર્વ આચાર્ય સુલ્તાન સાહેબ મોરાણી, કેરા મુસ્લિમ સમાજ નાં અગ્રણીઓ, રિયાઝ ભાઈ ખોજા,અઝીઝ ભાઈ મોરાણી, ગજોડ ગામ આગેવાન બળુભા જાડેજા, કેરા હાઈ સ્કુલ ના આચાર્ય ચંદ્રિકા બેન,કસ્તુર બેન,રસીલા બેન હાજર રહેલ. આ પ્રસંગે કચ્છી મુસ્લિમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અબ્દુલ ભાઈ રાયમા એ પોતાની પ્રસંશિક પ્રવચન ટ્રસ્ટ ની સ્થાપના નો હેતુ તેના કાર્યો અને ભવિષ્ય ની રૂપરેખા વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ જુમ્મા ભાઈ રાયસી ઉપપ્રમુખ,માજોઠી મજીદ ભાઈ ઇબ્રાહિમ ઉપપ્રમુખ, મોગલ અબ્દુલ બેગ મંત્રી, સમા રમજાન ઇબ્રાહિમ મહામંત્રી, નોતિયાર રજબ રાયબ ખજાનચી, ખલીફા ઉંમર ભાઈ સહખજાંચી, સમા ઇબ્રાહિમ મામદ ટ્રસ્ટી, કુંભાર ઇસ્માઇલ ભાઈ હારુન ટ્રસ્ટી, સના અબ્દુલ અયુબ ટ્રસ્ટી, હાજી ફકીર મામદ જુમ્મા ટ્રસ્ટી, થેબા ઇબ્રાહિમ કારા ટ્રસ્ટી, મથડા રમજુ લાખા ટ્રસ્ટી, સુમરા રાયબ ભુંગર ટ્રસ્ટી, ચાકી ઇરફાન નુર મામદ ટ્રસ્ટી, કુંભાર જુસબ બૂઢા, રાયમા રજાક જુમ્મા, આગરિયા રજાક ગની, આગરિયા અભુભાઈ સુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ય ક્રમ નું સંચાલન કેરા ના શિક્ષિકા ખોજા નસરીન બેન આરીફ એ સંભાળ્યું હતું અને તેમના સાથે મોરાણી સુમન અઝીઝ એ સહકાર આપ્યું હતું. કાર્યક્રમ ની આભાર વિધિ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ જુમ્મા ભાઈ રાયસી એ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.