કચ્છમાં અછતને લગતી કામગીરીનો કોઈ અધિકારી કે કર્મચારી ઇન્કાર કરી શકાશે નહીં : કલેકટરનું જાહેરનામું

1,312

ભુજ : કચ્છમાં અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત તાલુકા-ગામોમાં સરકારી અધિકારીશ્રી કે કર્મચારીને વહીવટીતંત્ર તરફથી અછતને લગતી કોઇપણ સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર/ઇન્કાર કરી શકશે નહીં, તેવું એક જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગરના તા.૭/૮/૨૦૧૮ વાળા ઠરાવથી કચ્છ જિલ્લાના અછતગ્રસ્ત તમામ તાલુકાઓમાં રાહતદરે ઘાસ વિતરણ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. અછતની પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણી, રોજગારી, પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત રહે છે અન્યથા લોકોના જાનમાલ, સ્વાસ્થ્યને તથા પશુઓના પણ જાનનો જોખમ થવાનો સંભવ રહે છે. અછતની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અધિકારી તથા કર્મચારીઓને વિશેષ કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ કામગીરી તેઓએ તેઓની ફરજ ઉપરાંત વધારાના ચાર્જ તરીકે સંભાળવાની રહે છે. આ જાહેરનામું તા. ૨૪/૮/૨૦૧૮થી તા. ૨૨/૧૦/૨૦૧૦૮ સુધી અમલમાં રહેશે અને કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારી અછતને લગતી તેઓને સોંપવામાં આવેલ કામગીરીનો બહિષ્કાર કે ઇન્કાર કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે અને આ હુકમનો અમલ તથા ભંગ બદલ પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે, તેમ જાહેરનામા દ્વારા વધુમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.