ભચાઉ પોલીસે ભચાઉ-દુધઇ રોડ પરથી સવીફટ કારમાંથી દારૂ પકડયો

589

ભચાઉ : રેન્જ આઇ. જી. ડી.બી વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ. પી. પરિક્ષિતા રાઠોડની સુચના મુજબ ભચાઉ પોલીસ કાફલો નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભચાઉ દુબઇ રોડ પર મામા દેવના મંદિર પાછળ બાવળની ઝાડીમાં યશપાલસિંહ ગોવિંદજી વાઘેલા તથા રણજીતસિંહ સોઢા સવીફટ કારમાં દારૂ વેંચાણ કરવા આવેલ ત્યાં રેઈડ કરી સવીફટ કાર માંથી ભારતીય બનાવટની ક્રેઝી રોમિયો કંપનીના દારૂના કવાટરીયા 46000ની કિમતના નંગ-46 તેમજ ઉપયોગમાં લેવાયેલ કાર સહિત 3,46000 નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ અંધારાનો લાભ લઈ આરોપીઓ નાસી છુટયા હતા. આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.