જામનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના સંદર્ભે પ્રદેશ પ્રભારી સમક્ષ રજુઆત

209

જામનગર ખાતે કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં નવી મુદત માટે જુદી જુદી સમિતિઓની રચના કરવા બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા જામનગર જિલ્લાના પ્રભારીઓ ચંદ્રીકાબેન ચુડાસમા, આદમભાઇ ચાકી , દિનેશભાઇ ડાંગર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતની અગામી અઢી વર્ષની મુદત માટે વરણી કરવામાં આવનાર નવી સમિતિઓની ચેરમેન તથા સમિતિના સભ્યોની નિમણૂક કરવા બાબતે રજુઆત વખતે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માંડમ,કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા,જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા,ધ્રોળના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા જામનગર જિલ્લા કોગ્રેસના પ્રમુખ જે.ટી.પટેલ..જામનગર જિલ્લા કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા.જામનગર જિલ્લા પંચાયતના સભ્યો સહિત કોગ્રેસના કાર્યકરો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.