ભુજમાં મકાનના વિવાદમાં ભાઇએ ભાઇના પરિવારને જીવતો સળગાવતા ચકચાર

3,221

ભુજ:  ભુજમાં ન્યુમિન્ટ રોડ પર મકાન ના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈએ તેના ભાઈ ના પરિવાર ને જીવતા સળગાવતા ચકચાર મચી જવા પામી છે. ગત મધ રાત્રે તેના ભાઈનો પરિવાર નિદ્રાધીન હતો ત્યારે કૌટુંબિક ભાઈએ પેટ્રોલ છાંટીને તેના ભાઈના પરિવાર ને જીવતા સળગાવ્યા હતા. બનાવ માં ગંભીર રીતે દાઝી જવાથી માતા – પુત્રી ના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે પીતા ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હાજી યુસુબશા હાજી ઇસ્માઇલશા મકાન ના વિવાદ મુદ્દે પોતાના કૌટુંબિક ભાઈ ના પરિવાર પર ગતરાત્રે પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી નાખ્યા હતા. આ બનાવમાં શેરબાનું મોહંમદ અને ઝૂલેખા મોહંમદ નામની માતા – પુત્રી નું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે.જ્યારે મોહંમદ ઇબ્રાહીમને ગંભીર રીતે દાઝી જવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ બીજી પુત્રી સબેરા પણ દાઝી ગયેલ છે. આ બાબતે સાબેરા એ પોતાના મોટા બાપા હાજી યુસુફશા ઇસ્માઇલશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Get real time updates directly on you device, subscribe now.