મુન્દ્રા તાલુકાના બેરાજામા એરફોર્સના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ

1,171

ભુજ: આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવી રહેલ વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. મુંદ્રાના બેરાજા ગામના સીમમાં વિમાન તૂટી પડતાં 20 થી 25 ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેરજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિમાન દૂર્ઘટના ગ્રસ્ત થયું ત્યારે સીમમાં ગાયો ચરી રહી હતી. જેના કારણે અનેક ગાંયોના મૃત્યુ તથા ઘાયલ થઈ હતી. વિમાનના પાઇલટ કોમોડોર સંજય ચૌહાણ આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જામનગરની રેસ્કયુ ટીમ તેમને સ્થળ પર પ્રાથમીક સારવાર બાદ જામનગર લઈ ગયેલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી કોમોડોર સંજય ચૌહાણનું મૃત્યુ થયું છે. આ ઘટનાની વધુ તપાસ કરવા એરફોર્સ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.