ક્રાઇમ સમાચાર

695

ભુજમાં આંકડાનો જુગાર રમાડનાર આરોપી ઝડપાયો

ભુજ : શહેરના સરપટ નાકા વિસ્તારમાં આવેલ શબીર ચા વાળાની હોટેલ પાછળ નગરપાલિકાના વાડીમાંથી આરોપી લતીફશા સાદરશા શેખદાદા રહે. સરપટ નાકા શેખ ફળીયા વાળાને વરલી મટકા આંકડાનો જુગાર રમાડતો હોઇ એ ડીવીઝન પોલીસે રેડ કરી રૂ. 1660 ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

રવાણી ફળીયામાંથી 11550 ની કીમતનો દારૂ પકડાયો

ભુજ : શહેરના રવાણી ફળીયામાં આરોપી હાર્દિક ઉમેશભાઇ ગોસ્વામીના મકાનની બાજુમાં આવેલ વરંડામાં પોતાના કબ્જામાં રાખેલ ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ ની બોટલો નંગ 33, રૂ. 11550 ની કીમતનો દારૂનો જથ્થો પોલીસે રેઇડ કરી કબ્જે કરેલ છે. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન મળતા તેના વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.