મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે PHC નું સાંસદ વિનોદ ચાવડાએ કર્યું ઉદ્દઘાટન
ભુજ : ગુજરાત અને ગુજરાત બહારમાં અકસ્માત સંજોગોમાં રૂ.પ૦,૦૦૦/-ની સહાય અપાશે, તેમ જણાવી આરોગ્ય કેન્દ્ર સાફ સફાઈ રાખવા આજે મુન્દ્રા તાલુકાના રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ઉદઘાટન પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ટકોર કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ, આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ વિશે માહિતી તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો કુલ લાગત ખર્ચ એક કરોડ અને ત્રીસ લાખ નો ખર્ચ થયેલ છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયાની વસ્તી વીસ હજારની છે. તેમજ કુલ પ સબસેન્ટર છે તેમજ લાખાસર, પ્રાગપર-૧, વિરાણીયા, મોટા કપાયા, ભોરારા, ગુંદાલા, રાધા, છસરા, મોખા, કુંદરોડી, બગડા, વાઘુરા, લફરા અને રતાડીયા એમ ચૌદ ગામોને લાભ મળશે. આ પ્રસંગે માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, જીલ્લા પંચાયત શિ.સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભા.જ.પ. પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, મુન્દ્રા તાલુકા કાર્યકારી પ્રમુખ ડાહયાલાલ આહીર, જીલ્લા ભા.જ.પ. મંત્રી મનીષાબેન કેશવાણી, મુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય શિવુભા પી. જાડેજા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.કે. ભાર્ગવ, જીલ્લા આઈ.ઈ.સી. અધિકારી શ્રીમતિ પી.એન.શ્રીમાળી, ડીપીસી ડો.અંકિત યાદવ, ડીયુપીસી ડો.રોહિત રઘુવંશી હાજર રહેલ હતા. આરોગ્યની સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામ્યજનોને મળશે તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમારએ જણાવ્યું હતું.